ગાંધીનગર : દહેગામ : રાજસ્થાન વિદ્યાલય દ્વારા ઉકાળા કેમ્પનું આયોજન.

0
37
                        
રાજસ્થાન સમાજ સેવા સંઘ સંચાલિત રાજસ્થાન વિદ્યાલય રખિયાલ અને સરકારી આયુર્વેદ કેન્દ્ર ,પીપલજ ના સંયુક્ત ઉપક્રમે કોરાના વાયરસ રક્ષણ માટે ઉકાળાનું વિતરણ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે .જેમા શુક્રવાર અને શનિવાર બે દિવસમાં લગભગ 1200 થી ઉપર લોકોએ ઉકાળા નો લાભ લીધો છે.
આ ઉપરાત રાજસ્થાન વિદ્યાલય દ્વારા મફત માસ્ક પણ ઉકાળો પીવા આવનાર ને આપવામાં આવ્યા છે.જે સોમવારે પણ સવારે 9.00 થી 11.00 કેમ્પ ચાલુ રહેશે.  જનજાગૃતિના ભાગ રૂપે અને 22 /3 /2020 વડાપ્રધાનના રાષ્ટ્રીય જોગ સંદેશની અનુરૂપ સ્વયં જનતા કરફ્યુ રાખવા સૌને અપીલ કરવામાં આવી છે આવી રહી છે માકેટ યાડૅ, વૃદ્ધાશ્રમ , રખિયાલ ખાતે ની તમામ બેન્ક વગરે સ્થળો એ સ્ટાફમિત્રો એ જાતે જઈ ઉકાળો તેમજ માસ્ક વિતરણ કરેલ. તથા રાજસ્થાન વિદ્યાલય રખિયાલ ખાતે પણ  ઉકાળાનું વિતરણ કરવામાં આવેલ. આ જનસેવા ના ભગીરથ કાર્ય કરવા બદલ સરવે લોકો અને રાજસ્થાન ટ્રસ્ટ દ્વારા સ્ટાફમિત્રો ને બિરદવ્યા હતા.
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here