દહેગામ : રોટરી ક્લબ દ્વારા શપથ ગ્રહણ સમારોહ કાર્યક્રમ યોજાયો.

0
37

રોટરી ક્લબ દ્વારા શપથવિધિ કાર્યક્રમનું કરવામાં આવ્યું આયોજન
આ કાર્યક્રમમાં રોટરી ક્લબના તમામ નવા અને જૂના સભ્યોને હાજર રહેવા પામ્યા હતા
કોરોનાવાયરસમાં પ્રસંશનીય કામગીરી આપતા નગરપાલિકા પ્રમુખ દ્વારા પત્રકારોનું કરવામાં આવ્યું સન્માન

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં રોટરી ક્લબ દ્વારા છેલ્લા 38 વર્ષથી આ રોટરી ક્લબ ની શુભ શરૂઆત થવા પામી હતી. આ પ્રસંગે દહેગામ રોટરી ક્લબ ના ચાલુ વર્ષના હોદ્દેદારોની ટર્મ પૂરી થતાં નવા વર્ષ માટે નવી ટીમની નિમણૂક માટે નો પદગ્રહણ સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

હાલમાં કોરોનાના કારણે સરકારી ગાઇડલાઇન મુજબ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રમુખ તરીકે નીતિન પટેલ સેક્રેટરી તરીકે શાંતિલાલ શાહ તેમજ બોર્ડના ડિરેક્ટર સૌ સાથે ભેગા મળી પ્રતિજ્ઞા લઈને શપથ લીધા હતા. આ પ્રસંગે દહેગામ શહેરના નગરપાલિકાના પ્રમુખ બિમલભાઈ અમીન અને દહેગામ પી. આઈ. તાલુકાના આરોગ્ય અધિકારી અનુ જય પટેલ તેમજ નવા અને જૂના સભ્યો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા.

બાઈટ : નીતિન પટેલ, ( નવા નિમણૂક પામેલા પ્રમુખ )

આ દિવસે પ્રમુખ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું. તેમજ યોગેન્દ્રભાઈ શર્મા દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કોરોનાવાયરસમાં છેલ્લા ત્રણ મહિનાથી દહેગામ શહેરમાં આપી રહેલા દહેગામ નગરપાલિકા પ્રમુખ પત્રકારોને સન્માન પત્ર આપીને ફૂલ સરીથી સન્માન કરવામાં આવ્યું હતું.

 

 

કેમેરામેન વર્ષા મકવાણા સાથે અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર