અંકલેશ્વર : પ્રોપીલીન ગેસ ભરેલુ ટેન્કર બ્રિજ પરથી નદીમાં ખાબક્યું, ગેસ લીકેજને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે

0
2

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નં-48 ઉપર મોતાલી પાટીયા પાસે પ્રોપીલીન ગેસ  ભરેલુ ટેન્કર બ્રિજ પરથી નદીમાં ખાબક્યુ છે. ટેન્કર પલટી ખાઈ જતા ગેસ લીકેજને પગલે દોડધામ મચી ગઈ છે. સમગ્ર ઘટનાની જાણ થતાં અંકલેશ્વર DPMCના ફાયર ફાઇટર અને 108 એમ્બ્યુલન્સની ઘટના સ્થળે દોડી ગઇ છે અને ગેસ લીકેજ પર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. જોકે ડ્રાઈવર અને ક્લિનરને ગંભીર ઈજાઓ થઇ હતી, જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દહેજની દીપક ફેનોલિક્સ લિ. કંપનીનું ટેન્કર હોવાનું જાણવા મળ્યું

નેશનલ હાઇવે નં-48 ઉપર મોસાલી ગામ પાસે બ્રિજ પરથી બેકાબૂ ટેન્કર અમરાવતી નદીમાં ખાબકતા ઓફલાઈન ગેસ લીક થયો છે. ટેન્કર સુરત તરફથી દહેજ જતું હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી છે. દહેજની દીપક ફેનોલિક્સ લિ. કંપનીની ટેન્કર હોવાનું જાણવા મળ્યું છે, જેથી તેમની ટીમ પણ ઘટના સ્થળે જવા રવાના થઇ છે.