Friday, March 29, 2024
Homeકેન્દ્રની 3 ડૉક્ટરની ટીમ અમદાવાદ આવી પહોંચી : હોસ્પિટલોની મુલાકાત બાદ અધિકારીઓ...
Array

કેન્દ્રની 3 ડૉક્ટરની ટીમ અમદાવાદ આવી પહોંચી : હોસ્પિટલોની મુલાકાત બાદ અધિકારીઓ સાથે બેઠક.

- Advertisement -

ગુજરાતમાં વધતા જતા કોરોના કેસોને ગંભીરતાથી લઈને કેન્દ્રની એક ટીમ આજે ગુજરાત આવી પહોંચી હતી. ટીમે અમદાવાદની SVP હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ કોવિડના દર્દીઓની સારવાર પદ્ધતિ અને ડૉક્ટરોની કામગીરીની ચકાસણી કરી હતી. બપોર બાદ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે આ ટીમ બેઠક કરીને ગુજરાતની કોરોનાની વાસ્તવિક પરિસ્થિતિ અંગેનો રિપોર્ટ તૈયાર કરી કેન્દ્રના આરોગ્ય મંત્રાલયને આપશે, જેના આધારે ગુજરાતમાં કોરોનાને કાબૂમાં લેવા માટેની ચોક્કસ ગાઈડલાઈન્સ કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવશે.

વડોદરાની કામગીરીની ઓનલાઈન સમીક્ષા.
(વડોદરાની કામગીરીની ઓનલાઈન સમીક્ષા.)

કોરોના સંક્રમણની સ્થિતિ અંગે સમીક્ષા કરશે

અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોને નિયંત્રિત કરવા માટે કેન્દ્રમાંથી રાષ્ટ્રીય વિકાસ નિગમના ડાયરેક્ટર ડૉ. એસ.કે સિંઘની ટીમ ગુજરાતમાં આવી પહોંચી છે. કોરોનાનું સંક્રમણ રોકવાની વિશેષ જવાબદારી ડો.એસ.કે.સિંઘને સોંપવામાં આવી છે. ત્યારે ભારત સરકારના તજજ્ઞ ડોક્ટરોની અમદાવાદ SVP હોસ્પિટલ ખાતે પહોંચી છે અને અમદાવાદ ઉપરાંત અન્ય મહાનગરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે સમીક્ષા કરશે, જેમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવા તેમજ વધતું જતું સંક્રમણ રોકવાની વ્યૂહરચના અંગે ચર્ચા-વિમર્શ થશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓને દિશાનિર્દેશ પણ આપશે.

ઓગસ્ટમાં કેન્દ્રની ટીમે વિડિયો-કોન્ફરન્સથી કોવિડ કામગીરીની સમીક્ષા કરી હતી

કેન્દ્ર સરકારની ખાસ ટીમે અગાઉ ઓગસ્ટમાં વિડિયો-કોન્ફરન્સના માધ્યમથી વડોદરા સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં કોવિડનાં નિયંત્રણ અને નિયમન માટે કરવામાં આવેલી કામગીરી અને અસરકારકતાની ઓનલાઇન સમીક્ષા કરી હતી. વડોદરાના ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આ ટીમ સમક્ષ છેલ્લા 4 મહિના દરમિયાન કોવિડના પડકારને પહોંચી વળવા માટે વડોદરામાં કરવામાં આવેલા અગ્રીમ આયોજન અને પહેલને તેમજ અસરકારક અમલીકરણનું નિદર્શન રજૂ કર્યું હતું.

AIIMS નવી દિલ્હીના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ રાજ્યના આરોગ્ય સચિવ સાથે ચર્ચાઓ કરી હતી
(AIIMS નવી દિલ્હીના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ રાજ્યના આરોગ્ય સચિવ સાથે ચર્ચાઓ કરી હતી)

 

જુલાઈમાં કેન્દ્રની ટીમે અમદાવાદ અને સુરતની સમીક્ષા કરી હતી

શહેરમાં વધતા જતા કોરોનાના કેસની સાથે દર્દીનાં ફેફસાં, હૃદયમાં બ્લડ ક્લોટ થતા હોવાથી પણ મોત થઈ રહ્યા હોવાનું ગંભીર તારણ બહાર આવતા એઈમ્સની ટીમ દોડી આવી હતી. AIIMS નવી દિલ્હીના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા અને ડો. મનીષ સુનેજાની ટીમે જુલાઈમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલોની મુલાકાત લઈને સારવાર આપી રહેલા તબીબો સાથે રોગ અને સંક્રમણને લઈને પરામર્શ કર્યો હતો. ટીમે જુલાઈ મહિનામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્ત્વની બેઠક યોજી હતી. આ બન્ને તબીબો ગુજરાતમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરતા તબીબો, પેરામેડિકલ સ્ટાફ તેમજ દર્દીઓ સાથે વાતચીત કરીને જરૂરી સલાહ અને માર્ગદર્શન પાડ્યાં હતાં. અમદાવાદના હોટસ્પોટ વિસ્તારના કેસની હિસ્ટ્રીથી માંડીને સારવાર અને મૃત્યુનાં કારણો જાણવાની કોશિશ કરી હતી.

CMRના ડાયરેકટર જનરલ બલરામ ભાર્ગવ, AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ સુરત અને અમદાવાદની સમીક્ષા કરી હતી.
(CMRના ડાયરેકટર જનરલ બલરામ ભાર્ગવ, AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ સુરત અને અમદાવાદની સમીક્ષા કરી હતી.)

 

ઓગસ્ટમાં સુરત અને અમદાવાદની સમીક્ષા કરી હતી

કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમે જુલાઈ અને ઓગસ્ટમાં કોરોનાના કેસ અંગેની સમીક્ષા કરવા ગુજરાતની મુલાકાત લીધી હતી. દિલ્હીથી 4 સભ્યની ટીમ ગુજરાતમાં આવીને સુરત અને અમદાવાદની કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. નીતિ આયોગના સભ્ય વિનોદ પોલ, ICMRના ડાયરેકટર જનરલ બલરામ ભાર્ગવ, એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા અને આર.પી. આહુજા એડિશનલ સેક્રેટરી હેલ્થ એન્ડ ફેમિલી ડિપાર્ટમેન્ટ ગુજરાત આવ્યા હતા. એ સમયે અમદાવાદ અને સુરત શહેરની કોરોનાની સ્થિતિ અંગે કેન્દ્રની ટીમે સમીક્ષા કરી હતી. ચારેય સભ્યોની ટીમ સુરત અને અમદાવાદ શહેરના કન્ટેન્મેન્ટ વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular