જમ્મુ કાશ્મીર : ત્રાલમાં એક આતંકી ઠાર, બડગામમાં CRPFનો જવાન ઘાયલ

0
0

જમ્મુ કાશ્મીરના ત્રાલમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઇ હત. જેમાં સેનાના જવાનોએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો. સેનાએ આતંકવાદી પાસેથી મોટી સંખ્યામાં હથિયાર અને ગોળાબારૂદ જપ્ત કર્યા છે. સેનાને ત્રાલમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ સેનાએ સમગ્ર વિસ્તારનો ઘેરાવ કર્યો હતો. આ દરમિયાન છુપાયેલા આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

જો કે જવાબી કાર્યવાહીમાં એક આતંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. હજુ પણ આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની આશંકાને લઇ સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચઓપરેશન હાથ ધર્યું છે.

તો આ તરફ બડગામમાં BDC સભ્યની હત્યા બાદ બીજાલ દિવસે સવારે CRPF જવાન પર હુમલો કર્યો હતો. હુમલામાં જવાન ઘાયલ થયો છે. હુમલા બાદ સેનાએ સમગ્ર વિસ્તારને ખાલી કરી આતંકીઓને મોતને ઘાટ ઉતારવા એક્શનમાં આવી છે.

બડગામમાં આતંકીઓએ BDC ચેરમેનની હત્યા કરી

જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં બુધવારે આતંકીઓએ એક બીડીસી (BDC) સભ્ય ભૂપિન્દર સિંહની ઘર બહાર હત્યા કરી હતી. ભૂપિન્દર સિંહ તેમના પુત્રના નિવાસસ્થાને બડગામ આવ્યા હતા. તેમની સાથે બે પીએસઓ પણ તૈનાત હતા. ઘર આવતા સમયે તેમણે પીએસઓને તેમના નિવાસસ્થાને છોડી દીધા હતા. આ દરમિયાન આતંકીઓએ ઘરની નજીક ભૂપિન્દર સિંહને રોકી ગાળી મારી દીધી હતી. ગોળી વાગતા જ તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. તો બીજી આતંકીઓ ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here