સુરત : અલથાણમાં કાપડના વેપારીએ માનસિક તણાવમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.

0
6

અલથાણના એક કોમ્પ્લેક્સમાં કાપડના વેપારીએ ફાંસો ખાય મોતને વ્હાલું કરી લીધું હતું. હરિયાણાના વતની એવા 28 વર્ષીય કરણ ધર્મેન્દ્ર ઢીંગણ લોકડાઉન બાદ માનસિક તણાવમાં રહેતા હતા. સોમવારની મોડી સાંજે દીકરાની શોધમાં નીકળેલા પિતાને પુત્રના જ નવા ફ્લેટમાંથી દીકરાનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો.

મોપેડ પર પિતા દીકરાને સિવિલ લાવ્યા

દીકરાના લટકતા મૃતદેહને ઉતારીને પિતા ઘટના ગણતરીના સમયમાં જ ઘટના બની હોવાની આશામાં પિતા પોતાની મોપેડ પર દીકરાના મૃતદેહને સિવિલ લઈ આવ્યા હતાં.સિવિલ હોસ્પિટલમાં લવાયેલા દીકરાને હાજર તબીબોએ મૃત જાહેર કર્યો હતો.જેથી પિતા પર દુઃખનું આભ તૂટી પડ્યું હતું.

કરણ કાપડની દુકાન શરૂ કરવાનો હતો

કરણ ઇચ્છાનાથ પાસેની રાધેનગર સોસાયટીમાં રહેતો હતો. તેનો એક ભાઈ ગાંધીનગર રહેતો હોવાનું જાણવા મળ્યું છે. લોકડાઉનના આઠ મહિનાથી કરણ માનસિક તણાવ વચ્ચે કાપડની દુકાન શરૂ કરવાનું આયોજન કરી રહ્યો હોવાની વાત બહાર આવી છે. એટલું જ નહીં પણ પિતા એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here