લાખણી : માર્કેટયાર્ડમાં તમાકુની હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો

0
8
લાખણી :  લાખણી માર્કેટયાર્ડ ખાતે તમાકુની જાહેર હરાજીનો શુભારંભ તા. ૧૪/૦૫/૨૦૨૦ ને ગુરૂવારના રોજ માર્કેટયાર્ડના ચેરમેન બાબુભાઇ પાનકુટા ના હસ્તે કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે તમાકુનું સારી એવી આવક થવા પામી હતી.

લાખણી તેમજ આસપાસના ખેડૂતોને તમાકુનો ઘરઆંગણે જ પોષણક્ષમ ભાવ મળે અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બચી શકે તે માટે લાખણી માર્કેટયાર્ડ દ્વારા લાખણી માર્કેટયાર્ડ દ્વારા તમાકુની જાહેર હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. લાખણી માર્કેટના ચેરમેન બાબુભાઇ પાનકુટા, વાઇસ ચેરમેન તેજાભાઇ ભૂરિયા, સંચાલક મંડળના સદસ્યો, વેપારીઓ તથા બહોળી સંખ્યામાં હાજર રહેલા ખેડૂતોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી તમાકુની હરાજી શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ દિવસે માર્કેટ યાર્ડમાં ૨૫૦૦ થી વધુ બોરીની આવક થઇ હતી. જ્યારે પ્રતિ મણ રૂ. ૯૦૦ થી ૧૧૩૧ નો ભાવ મળતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી જવા પામી હતી. આ અંગે ચેરમેન બાબુભાઇ પણ કટાઇ જણાવ્યું હતું કે લાખણી પંથકના તેમજ આજુબાજુના ખેડૂતોને ઘર આંગણે જ પોતાના ઉત્પાદનનો સારો ભાવ મળી રહે તે માટે હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું.

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here