Tuesday, September 21, 2021
Homeગુજરાતમાં એક વર્ષમાં કુલ ૧૮ લાખ લિટર ગેરકાયદેસર બાયોડીઝલ ઝડપાયું
Array

ગુજરાતમાં એક વર્ષમાં કુલ ૧૮ લાખ લિટર ગેરકાયદેસર બાયોડીઝલ ઝડપાયું

ગુજરાતમાં ગેરકાયદેસર રીતે બાયોડિઝલનું વેચાણ કરનારા સામે તવાઇ આવી છે. રાજ્ય સરકારે અમુક કંપની અને એજન્સીને જ બાયોડિઝલ વેચવા માટે મંજૂરી આપી છે. ગેરકાયદેસર રીતે બાયોડિઝલ વેચનારા સામે સરકારે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરી છે. મુખ્યમંત્રી નિવાસસૃથાને મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં મળેલા નિર્દેશ બાદ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા વિભાગે પોલીસના સહયોગાથી સપાટો બોલાવ્યો છે.

છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં કુલ મળીને ૧૮ લાખ કરતાં વધુ ગેરકાયદેસર બાયોડિઝલનો જથૃથો પકડાયો છે. એટલું જ નહીં, પોલીસે ૯૫ આરોપીઓને પકડી જેલ હવાલે કર્યા છે. આખાય રાજ્યમાં ગેરકાયેદસર ડીઝલ વેચવાના સૌથી વાધુ ૧૩ કેસો ભરૃચ જિલ્લામાં નોંધાયા છે. ગુજરાતમાં ગેરકાયદેસર બાયોડિઝલ વેચનારા સામે અન્ન નાગરિક પુરવઠા વિભાગે સખત કાર્યવાહી કરી છે. અિધકારીક સૂત્રોના મતે, છેલ્લા એક વર્ષમાં ગેરકાયેદસર બાયોડિઝલનો જથૃથો પકડાયો જેની કિમત ૧૨.૩૯ કરોડ થવા જાય છે. બાયોડિઝલનો જથૃથો પકડી પાડવામાં પોલીસે અહમ ભૂમિકા ભજવી છે. ગુજરાત વિવિાધ વિસ્તારોમાં ૯૫ સ્થળોએ દરોડા પાડીને બાયોડિઝલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. ગેરકાયદેસર બાયોડિઝલ વેચવાના સૌથી વાધુ ૧૩ કેસો ભરૃચ જિલ્લામાં નોધાયા હતાં. આ જિલ્લામાં કુલ ૮૫૦૦ લિટર બાયોડિઝલનો જથ્થો પકડાયો હતો.

છેલ્લાં એકાદ વર્ષમાં બાયોડિઝલનુ વેચાણ કરતાં ૪૯૦ વિક્રેતાઓ સામે તપાસ હાથ ધરવામાં આવી હતી જયારે બાયોડિઝલના ૩૮૦ નમૂના ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલાયા હતાં જેમાં ૨૪૪ નમૂના ફેઇલ થયા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. સુરત, મહિસાગર, નર્મદા, મહેસાણા અને ગીર સોમનાથ જિલ્લામાં બાયોડિઝલ બનાવવાની ય સામગ્રી ઝડપાઇ હતી. આ ઉપરાંત મહેસાણામાં બાયોડિઝલની હેરાફેરી કરતાં વાહનો પણ જપ્ત કરાયા હતાં.

ગેરકાયદેસર બાયોડિઝલ વેચવાના અમદાવાદ જિલ્લામાં ૩, અમરેલીમાં ૧, આણંદમાં ૨, બનાસકાંઠામાં ૯, બોટાદમાં ૭, ભરૃચમાં ૧૩, ખેડામાં ૪, કચ્છમાં ૫, મહેસાણામાં ૨, રાજકોટમાં ૮, વડોદરામાં ૧૨ અને વલસાડમાં ૪ એમ કુલ મળીને ૯૫ કેસો નોંધાયા હતાં. ગેરકાયદેસર બાયોડિઝલ વેચનારા ૯૫ આરોપીઓને જેલ હવાલે કરાયા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments