કોરોના : ગુજરાત રાજ્યમાં કુલ કેસ 1,68,081 અને 3,693ના મોત અને કુલ 1,50,650 દર્દી ડિસ્ચાર્જ

0
0

રાજ્યમાં હવે કોરોના સંક્રમણ કાબૂમાં આવી રહ્યું છે. જો કે દિવાળી તહેવારોને પગલે ફરી કોરોના ઉથલો મારી શકે છે, એટલે તકેદારી રાખવી તો બેહદ જરૂરી છે. રાજ્યમાં સતત બીજા દિવસે 1 હજાર કરતા ઓછા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 51, 046 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 908ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં આજે સાડા ત્રણ મહિના બાદ પહેલીવાર 910થી ઓછા દર્દી નોંધાયા છે. આ પહેલા 13 જુલાઈએ 902 કેસ નોંધાયા હતા ત્યારબાદથી લઈ અત્યાર સુધીમાં 910થી વધુ કેસ નોંધાતા આવ્યા છે.

6 મહિના બાદ પહેલીવાર 5થી ઓછા મોત, સાજા થનારા દર્દીની સંખ્યા 1 લાખ 50 હજારને પાર

જ્યારે 1102 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ સાજા થનારા દર્દીઓની સંખ્યા 1 લાખ 50 હજારને પાર થઈ ગઈ છે અને રિકવરી રેટ 89.63 ટકા થઈ ગયો છે. તેમજ 4 દર્દીના મૃત્યુ થયા છે. આમ 6 મહિના બાદ પહેલીવાર 5થી ઓછા મોત નોંધાયા છે. આ પહેલા 17 એપ્રિલે 5 દર્દીના મોત થયા હતા. હાલ રાજ્યમાં 13,738 એક્ટિવ કેસ(સારવાર હેઠળ હોય એવા દર્દી) છે. આમ લગભગ ત્રણ મહિના બાદ એક્ટિવ કેસ ઘટીને 13,738 થયા છે. આ પહેલા 30 જુલાઈએ 13,793 એક્ટિવ કેસ હતા.

ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 57,93,788 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કુલ 1,68,081 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.જ્યારે 3,693ના કોરોનાને કારણે મોત થયા છે. તેમજ કુલ 1 લાખ 50 હજાર 650 દર્દી સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 13,738 એક્ટિવ કેસ છે,જેમાંથી 61 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 13,677ની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

 

 

1 સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
1 સપ્ટેમ્બર 1310 14 1131
2 સપ્ટેમ્બર 1305 12 1141
3 સપ્ટેમ્બર 1325 16 1126
4 સપ્ટેમ્બર 1320 14 1218
5 સપ્ટેમ્બર 1311 16 1148
6 સપ્ટેમ્બર 1335 14 1212
7 સપ્ટેમ્બર 1330 15 1276
8 સપ્ટેમ્બર 1,295 13 1,445
9 સપ્ટેમ્બર 1,329 16 1,336
10 સપ્ટેમ્બર 1,332 15 1,415
11 સપ્ટેમ્બર 1,344 16 1,240
12 સપ્ટેમ્બર 1365 15 1335
13 સપ્ટેમ્બર 1,326 15 1,205
14 સપ્ટેમ્બર 1,334 17 1,255
15 સપ્ટેમ્બર 1,349 17 1,444
16 સપ્ટેમ્બર 1,364 12 1,447
17 સપ્ટેમ્બર 1,379 14 1,652
18 સપ્ટેમ્બર 1,410 16 1,293
19 સપ્ટેમ્બર 1,432 16 1,470
20 સપ્ટેમ્બર 1,407 17 1,204
21 સપ્ટેમ્બર 1,430 17 1,316
22 સપ્ટેમ્બર 1,402 16 1,320
23 સપ્ટેમ્બર 1,372 15 1,289
24 સપ્ટેમ્બર 1,408 14 1,510
25 સપ્ટેમ્બર 1,442 12 1,279
26 સપ્ટેમ્બર 1417 13 1419
27 સપ્ટેમ્બર 1,411 10 1,231
28 સપ્ટેમ્બર 1,404 12 1,336
29 સપ્ટેમ્બર 1,381 11 1,383
30 સપ્ટેમ્બર 1,390 11 1,372
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1302 9 1246
5 ઓક્ટોબર 1327 13 1405
6 ઓક્ટોબર 1335 10 1473
7 ઓક્ટોબર 1311 9 1414
8 ઓક્ટોબર 1278 10 1266
9 ઓક્ટોબર 1243 9 1518
10 ઓક્ટોબર 1221 10 1456
11 ઓક્ટોબર 1181 9 1413
12 ઓક્ટોબર 1169 8 1442
13 ઓક્ટોબર 1158 10 1375
14 ઓક્ટોબર 1175 11 1414
15 ઓક્ટોબર 1185 11 1329
16 ઓક્ટોબર 1191 11 1279
17 ઓક્ટોબર 1161 9 1270
18 ઓક્ટોબર 1091 9 1233
19 ઓક્ટોબર 996 8 1147
20 ઓક્ટોબર 1126 8 1128
21 ઓક્ટોબર 1,137 9 1,180
22 ઓક્ટોબર 1,136 7 1,201
23 ઓક્ટોબર 1,112 6 1,264
24 ઓક્ટોબર 1021 6 1013
25 ઓક્ટોબર 919 7 963
26 ઓક્ટોબર 908 4 1,102
કુલ આંક 71,646 671 72,867

 

રાજ્યમાં કુલ કેસ 1,68,081 અને 3,693ના મોત અને કુલ 1,50,650 દર્દી ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 41,628 1892 36,111
સુરત 35,787 836 33,053
વડોદરા 15,251 209 12,887
ગાંધીનગર 4727 90 3,811
ભાવનગર 4694 67 4532
બનાસકાંઠા 2626 29 2614
આણંદ 1388 16 1307
અરવલ્લી 715 24 619
રાજકોટ 12,327 159 11,309
મહેસાણા 3732 31 3438
પંચમહાલ 2806 20 2499
બોટાદ 832 5 717
મહીસાગર 1205 7 1123
પાટણ 2421 45 2175
ખેડા 1540 15 1444
સાબરકાંઠા 1599 11 1574
જામનગર 8,131 35 7741
ભરૂચ 2824 16 2,621
કચ્છ 2680 33 2333
દાહોદ 1899 6 1618
ગીર-સોમનાથ 1752 23 1563
છોટાઉદેપુર 624 3 525
વલસાડ 1242 9 1214
નર્મદા 1268 1 1120
દેવભૂમિ દ્વારકા 739 5 630
જૂનાગઢ 3570 33 3276
નવસારી 1334 7 1278
પોરબંદર 551 4 533
સુરેન્દ્રનગર 2298 12 1920
મોરબી 2102 16 1883
તાપી 779 6 767
ડાંગ 120 0 116
અમરેલી 2728 25 2262
અન્ય રાજ્ય 162 3 137
કુલ 1,68,081 3693 149,548

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here