કોરોના ગુજરાત : રાજ્યમાં કુલ કેસ 1,94,402 અને 3,837ના મોત અને કુલ 1,77,515 દર્દી ડિસ્ચાર્જ

0
6

રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 2 મહિના બાદ 1400થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લે 25 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 1442 કેસ સામે આવ્યા હતા. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 1420 કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે. જ્યારે 1040 દર્દી સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ કેસનો આંકડો 1 લાખ 94 હજાર 402 થયો છે. જ્યારે મૃત્યુઆંક 3837 થયા છે. તો અત્યારસુધીમાં કુલ 1 લાખ 77 હજાર 515 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

રાજ્યમાં હાલ 13050 એક્ટિવ દર્દી છે. જેમાંથી 92 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 12958 દર્દીની હાલત સ્થિર છે. રાજ્યમાં 24 કલાકમાં 67,901 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં 71 લાખ 1 હજાર 57 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

અમદાવાદમાં 57 કલાક સુધી કર્ફ્યૂ રહેશે

અમદાવાદમાં 112 દિવસ પછી 20મી તારીખથી રાતે 9 વાગ્યાથી તા. 23મીને સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. ત્યારપછી સોમવારથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રોજ કર્ફ્યૂ ચાલુ રહેશે. આ દરમિયાન માત્ર દૂધ અને દવા તથા આવશ્યક ચીજવસ્તુ જ મળશે બાકી તમામ બંધ રહેશે.

અન્ય શહેરોમાં પેટ્રોલિંગ વધાર્યું, તંત્ર એલર્ટ

અમદાવાદ શહેરમાં આજ રાતથી કર્ફ્યૂ લાદવામાં આવ્યા બાદ અન્ય શહેરોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે અને કોરોનાનું સંક્રમણ વધુ ફેલાઈ નહીં એ માટે તંત્ર એલર્ટ થઇ ગયું છે.

અમદાવાદમાં AMTS- ST બસ બંધ

અમદાવાદમાં કોરોનાના કેસો વધવાને કારણે રાત્રિ કરફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. કરફ્યૂને કારણે શહેરમાં પ્રવેશતી ST બસો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે AMTSની બસો પણ શહેરમાં આજથી રાત્રે 9થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી નહીં દોડે. તે ઉપરાંત સોમવારથી રાત્રિ દરમિયાન પણ AMTSની બસો નહીં દોડે.

ફલાઈટના શિડ્યુલમાં કોઈ ફેરફાર નહીં

અમદાવાદમાં બસો પર પ્રતિબંધ લાગ્યા બાદ અમદાવાદ એરપોર્ટ તરફથી ટ્વિટર પર જાહેરાત કરવામાં આવી છે. મુસાફરોએ તેમની ટિકીટ, બોર્ડિંગ પાસ અને ઓળખકાર્ડ સાથે રાખવા પડશે. ફ્લાઈટના શિડ્યૂલમાં કોઈ ફેરફાર નહીં થાય.

1 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
1 ઓક્ટોબર 1,351 10 1,334
2 ઓક્ટોબર 1,310 15 1,250
3 ઓક્ટોબર 1343 12 1304
4 ઓક્ટોબર 1302 9 1246
5 ઓક્ટોબર 1327 13 1405
6 ઓક્ટોબર 1335 10 1473
7 ઓક્ટોબર 1311 9 1414
8 ઓક્ટોબર 1278 10 1266
9 ઓક્ટોબર 1243 9 1518
10 ઓક્ટોબર 1221 10 1456
11 ઓક્ટોબર 1181 9 1413
12 ઓક્ટોબર 1169 8 1442
13 ઓક્ટોબર 1158 10 1375
14 ઓક્ટોબર 1175 11 1414
15 ઓક્ટોબર 1185 11 1329
16 ઓક્ટોબર 1191 11 1279
17 ઓક્ટોબર 1161 9 1270
18 ઓક્ટોબર 1091 9 1233
19 ઓક્ટોબર 996 8 1147
20 ઓક્ટોબર 1126 8 1128
21 ઓક્ટોબર 1,137 9 1,180
22 ઓક્ટોબર 1,136 7 1,201
23 ઓક્ટોબર 1,112 6 1,264
24 ઓક્ટોબર 1021 6 1013
25 ઓક્ટોબર 919 7 963
26 ઓક્ટોબર 908 4 1,102
27 ઓક્ટોબર 992 5 1,238
28 ઓક્ટોબર 980 6 1107
29 ઓક્ટોબર 987 4 1087
30 ઓક્ટોબર 969 6 1027
31 ઓક્ટોબર 935 5 1014
1 નવેમ્બર 860 5 1128
2 નવેમ્બર 875 4 1004
3 નવેમ્બર 954 6 1,197
4 નવેમ્બર 975 6 1022
5 નવેમ્બર 990 7 1055
6 નવેમ્બર 1035 4 1321
7 નવેમ્બર 1046 5 931
8 નવેમ્બર 1020 7 819
9 નવેમ્બર 971 5 993
10 નવેમ્બર 1049 5 879
11 નવેમ્બર 1125 6 1352
12 નવેમ્બર 1,120 6 1038
13 નવેમ્બર 1152 6 1078
14 નવેમ્બર 1,124 6 995
15 નવેમ્બર 1070 6 1001
16 નવેમ્બર 926 5 1040
17 નવેમ્બર 1125 7 1,116
18 નવેમ્બર 1,281 8 1,274
19 નવેમ્બર 1340 7 1113
20 નવેમ્બર 1420 7 1040
કુલ આંક 57,008 384 60,283

​​​​​​

રાજ્યમાં કુલ કેસ 1,94,402 અને 3,837ના મોત અને કુલ 1,77,515 દર્દી ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 46,595 1,955 41,286
સુરત 40,875 875 38,599
વડોદરા 18,363 216 16,422
ગાંધીનગર 5927 98 5284
ભાવનગર 4997 67 4849
બનાસકાંઠા 3454 33 3157
આણંદ 1671 16 1611
અરવલ્લી 893 24 781
રાજકોટ 15,011 170 13,599
મહેસાણા 4912 33 4475
પંચમહાલ 3132 20 2831
બોટાદ 891 5 760
મહીસાગર 1449 7 1289
પાટણ 3159 51 2669
ખેડા 1870 15 1743
સાબરકાંઠા 2030 12 1947
જામનગર 8851 35 8482
ભરૂચ 3174 17 3037
કચ્છ 3041 33 2800
દાહોદ 2190 7 2021
ગીર-સોમનાથ 1978 23 1806
છોટાઉદેપુર 722 3 691
વલસાડ 1270 9 1246
નર્મદા 1535 1 1339
દેવભૂમિ દ્વારકા 868 5 817
જૂનાગઢ 4052 33 3792
નવસારી 1403 7 1383
પોરબંદર 604 4 582
સુરેન્દ્રનગર 2766 12 2391
મોરબી 2446 16 2203
તાપી 899 6 857
ડાંગ 123 0 119
અમરેલી 3089 26 2610
અન્ય રાજ્ય 162 3 137
કુલ 194,402 3,837 177,515