અમદાવાદ : શહેરમાં કુલ 6645 પોઝિટિવ કેસ, શીલજ સર્કલ પાસે TGB બેકરી ખુલ્લી રાખતા ગુનો નોંધાયો

0
9

અમદાવાદ શહેરમાં લોકડાઉનનો કડક અમલ થાય તેના માટે 15 મે અને જિલ્લામાં ગણાતા બોપલ-ઘુમા વિસ્તારમાં 17 મે સુધી માત્ર દવા અને દૂધની દુકાન ચાલુ રાખવાની જ પરવાનગી છે, છતાં કેટલાક લોકો દુકાન ખોલી વેચાણ કરતા મળી આવે છે. શીલજ સર્કલ પાસે આવેલી TGB બેકરી ખુલ્લી જોવા મળતા બોપલ પોલીસે દુકાનદાર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. અમદાવાદ જિલ્લા પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો કે શીલજ સર્કલ પાસે એસકવેર કોમ્પ્લેક્સમાં આવેલી TGB બેકરી ચાલુ છે જેથી બોપલ પોલીસ ઘટનાસ્થળે પોહચી હતી. પોલીસે દુકાનદાર આશિષ જાની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચાંદખેડા વિસ્તારમાં પણ લોકોએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી જાણ કરી હતી કે શાકભાજી કેટલાક વિસ્તારમાં વેચાય છે જેથી પોલીસે બે જગ્યાએ જઇ દુકાનદાર અને લારીવાળા સામે કાર્યવાહી હાથ ધરી હતી.

કોરોનાના 292 નવા કેસ સામે આવ્યા

શહેરમાં 12મેની સાંજથી 13મેની સાંજ સુધીમાં કોરોનાના 292 નવા કેસ સામે આવ્યા છે અને 25ના મોત થયા છે જ્યારે 238 દર્દી ડિસ્ચાર્જ થયા છે.આમ અત્યાર સુધીમાં 6,645 કેસ અને મૃત્યુઆંક 446 થયો છે. તેમજ 2,112 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here