કોરોના દેશમાં : અત્યાર સુધીમાં કુલ 71.73 લાખ કેસ : એક્ટિવ કેસમાં 21 દિવસનો સૌથી મોટો ઘટાડો, 24 કલાકમાં લગભગ 25 હજાર કેસ ઘટ્યા.

0
0

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 71 લાખ 73 હજાર 565 થયો છે. જ્યારે 710 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં એક્ટિવ કેસમાં 21 દિવસનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. 24 કલાકમાં 25 હજાર કેસ ઘટ્યા છે. આ પહેલા 21 સપ્ટેમ્બરે 28 હજાર 653 કેસ ઘટ્યા હતા.

દેશમાં છેલ્લા બે સપ્તાહમાં 10 લાખ કેસ વધ્યા છે. જોકે 24 કલાકમાં પ્રકાશમાં આવનારા સંક્રમિતોની સરેરાશ સંખ્યા હવે 72થી 74 હજારની વચ્ચે થઈ છે. બે સપ્તાહ પહેલા પ્રત્યેક દિવસે 90 હજારથી વધુ કેસ પ્રકાશમાં આવતા હતા.

અત્યાર સુધીમાં 62.24 લાખ દર્દીઓ સાજા થયા છે, જ્યારે 1 લાખ 9 હજાર 894 દર્દીઓના મોત થયા છે. રિકવરીનો આંકડો વધવાથી એક્ટિવ કેસ પણ ઘટી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 71 હજાર 559 લોકો સાજા થવાથી એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 8.61 લાખ થઈ છે. સતત ચાર દિવસથી દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 9 લાખથી નીચે રહી છે. આ આંકડો covid19india.org મુજબનો છે.

પાંચ રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સંક્રમણના 1478 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. 1702 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને 21 દર્દીઓના મોત થયા. અત્યાર સુધીમાં 1 લાખ 48 હજાર 298 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 14 હજાર 932 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. 1 લાખ 30 હજાર 721 લોકો અત્યાર સુધીમાં રિકવર થઈ ચૂક્યા છે. જ્યારે 2645 દર્દીઓના મોત થયા છે.

રાજસ્થાન

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2132 લોકો સંક્રમિત મળ્યા. 1858 લોકો સાજા થયા પછી તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા. 15 દર્દીઓના મોત થયા. અત્યાર સુધીમાં 1 લાખ 61 હજાર 184 લોકો સંક્રમિત મળ્યા છે. તેમાંથી 21 હજાર 671 લોકોની સારવાર ચાલી રહી છે. જ્યારે 1 લાખ 37 હજાર 848 લોકો રિકવર થઈ ચૂક્યા છે. સંક્રમણના પગલે 1665 દર્દીઓના મૃત્યુ થયા છે.

બિહાર

છેલ્લા 24 કલાકમાં અહીં 732 લોકો સંક્રમિત થયા છે. 1369 લોકો સાજા થયા અને 9 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધીમાં 1 લાખ 97 હજાર લોકો સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે. તેમાંથી 10 હજાર 451 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. જ્યારે 1 લાખ 85 હજાર 593 લોકો સાજા થઈ ચૂક્યા છે. 955 દર્દીઓનું અત્યાર સુધીમાં મૃત્યુ થયું છે.

મહારાષ્ટ્ર

છેલ્લા 24 કલાકમાં 7089 કેસ પ્રકાશમાં આવ્યા, 15656 લોકો સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને 169 દર્દીઓના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં 15 લાખ 35 હજાર 315 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાંથી 2 લાખ 12 હજાર 439 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 12 લાખ 81 હજાર 896 લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 40 હજાર 514 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે.

ઉતરપ્રદેશ

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2182 કેસ પ્રકાશમાં આવ્યા અને 3342 લોકો સાજા થયા. હવે રાજ્યમાં 38815 દર્દીઓની સારવાર ચાલી રહી છે. અત્યાર સુધીમાં 3 લાખ 93 હજાર 908 લોકો સાજા થઈ ચૂક્યા છે. કુલ રિકવરી રેટ 89.37 ટકા થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here