ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ છે. ત્યારથી ઉમેદવારો અને મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ગતરોજ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી તાલુકા કચેરીએ ઉમેદવારો ની ફોર્મ ભરવા માટે ભારે ભીડ જામી હતી અને મતદાતાઓમાં પણ ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો હતો . ત્યારે અંબાજીમાં પણ 18 વોર્ડ અને સરપંચ પદ માટેની ચૂંટણીઓ માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મામલતદાર કચેરી દાતા ખાતે ઉમેદવારોની ભારે ભીડ જામી હતી.
પોતાના વોર્ડમાં સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવવા અને સરપંચની ઉમેદવારી નોંધાવવા માટે મામલતદાર કચેરી ખાતે ઉમેદવારાનો ઘસારો જોવા મળ્યો હતો. સાથે ઉમેદવારાના ટેકેદારો પણ મોટી સંખ્યામાં ઉમેદવારોની સાથે જોવા મળ્યા હતા ઉલ્લેખનીય છે કે અંબાજી ગ્રામ પંચાયતમાં આઠ વર્ષ પછી ચૂંટણી યોજાઈ રહી છે તેથી મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદારો પણ પોતાના વિસ્તારના ઉમેદવારો સાથે ભારે ઉત્સાહમાં અહીં એમને ટેકો આપવા માટે આવી પહોંચ્યા હતા
ત્યારે ગતરોજ અંબાજી ગ્રામ પંચાયત સભ્યો માટે કુલ 78 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જ્યારે સરપંચ પદ માટે કુલ 7 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
અરવિંદ અગ્રવાલ અંબાજી