કોરોના દેશમાં અત્યાર સુધી કુલ 95.33 લાખ કેસ નોંધાયા : એક્ટિવ કેસમાં સતત ચોથા દિવસે 5 હજારથી વધુનો ઘટાડો.

0
7

દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં ઘટાડાનો સિલસિલો સતત છ દિવસથી ચાલું છે. બુધવારે 5059 એક્ટિવ કેસ ઘટ્યા. આ સતત ચોથો દિવસ રહ્યો જ્યારે પાંચ હજારથી વધુ દર્દી ઘટ્યા. છેલ્લા ચોવીસ કલાકમાં કુલ 33 હજાર 743 નવા કેસ નોંધાયા, 37 હજાર 301 દર્દી સાજા થયા અને 497 લોકોના મોત થયા.અત્યાર સુધી કુલ 95.33 લાખ કેસ નોંધાયા છે, 89.70 લાખ સાજા થઈ ચુક્યા છે, 1.38 લાખ લોકોના મોત થઈ ચુક્યાં છે. કુલ એક્ટિવ કેસ હવે 4.22 લાખ વધ્યા છે, જે 22 જુલાઈ પછી સૌથી ઓછા છે. ત્યારે તેમની સંખ્યા 4.25 લાખ હતી. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.

DCGI ની તપાસમાં કોવીશિલ્ડને ક્લીનચીટ

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DCGI)ની તપાસમાં કોરોનાની વેક્સિન કોવીશીલ્ડને ક્લીન ચીટ મળી ગઈ છે. વેક્સિનના ગંભીર એડવર્સ પ્રભાવનો આરોપ લગાવનારા વોલેન્ટિયરના દાવામાં DCGIને કોઈ સત્યતા મળી નથી. ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.

સમાચારના જણાવ્યા પ્રમાણે, DCGIએ વેક્સિનનો ડોઝ લેનાર વોલેન્ટિરના ખરાબ સ્વાસ્થ્ય અને વેક્સિન વચ્ચે કોઈ મેળ આવ્યો નથી. DCGIનો આ નિષ્કર્ષ ઈન્ડિપેન્ડેન્ટ એક્સપર્ટ પેનલના રિપોર્ટના આધારે નીકળ્યો છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વોલેન્ટિયરને કોઈ પણ પ્રકારનું વળતર આપવાની જરૂર નથી. આ એક્સપર્ટ પેનલમાં એઈમ્સ નવી દિલ્હી, સફદરગંજ હોસ્પિટલ, PGI ચંદીગઢ, લેડી હાર્ડનિંગ મેડિકલ કોલેજ, મૌલાના આઝાદ મેડિકલ કોલેજના સીનિયર ડોક્ટર્સ સામેલ હતા.

ચેન્નાઈના વોલેન્ટિયરે આરોપ લગાવ્યો હતો

કોવીશીલ્ડ વેક્સિનને સિરમ ઈન્સ્ટીટ્યૂટ તૈયાર કરી રહી છે. ચેન્નાઈમાં ટ્રાયલ દરમિયાન કોવેક્સિન લગાવનાર 40 વર્ષના વોલેન્ટિયરે તેની ગંભીર આડઅસર હોવાનો આરોપ લગાવ્યો હતો. વોલેન્ટિયરે કહ્યું હતું કે, વેક્સિનનો ડોઝ લીધા પછી તેને ન્યૂોરોલોજિકલ સમસ્યાઓ(મગજ સાથે જોડાયેલી પરેશાની) શરૂ થઈ ગઈ છે. વોલેન્ટિયરે આના માટે સિરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા પાસેથી 5 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું છે.

દેશમાં કોરોના દર્દીઓનો આંકડો 95 લાખને પાર થઈ ગયો છે. અત્યાર સુધી 95 લાખ 31 હજાર 109 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. 89 લાખ 67 હજાર 902 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 1 લાખ 38 હજાર 627 થઈ ગઈ છે.

કોરોના અપડેટ્સ

  • રાજસમંદથી ભાજપ સાંસદ અને જયપુરના પૂર્વ ઘરાનાની સભ્ય દીયા કુમારી કોરોના પોઝિટીવ થયા છે. તેઓ બુધવારે રાજસમંદ ધારાસભ્ય સ્વર્ગસ્થ કિરણ માહેશ્વરીને શ્રદ્ધાસુમન અર્પિત કરવા માટે જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા.
  • ઓરિસ્સા સરકારે પ્રાઈવેટ લેબમાં RT-PCR ટેસ્ટનો ભાવ 1200થી ઘટાડીને 400 કરી દીધો છે. રાજ્ય સરકારે આના માટે નોટિફિકેશન જાહેર કરી છે. સરકારના જણાવ્યા પ્રમાણે, જુલાઈમાં ટેસ્ટનો ભાવ 2200 રૂપિયા હતો. જે ઓગસ્ટમાં ઘટીને 1200 રૂપિયા કરવામાં આવ્યો હતો.
  • પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે જાહેરાત કરી છે કે વેક્સિન ઉપલબ્ધ થયા પઠી પંજાબમાં સૌથી પહેલો ડોઝ તેઓ પોતે લેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ પાસેથી વેક્સિન અપ્રૂવલ મળ્યા પછી જ્યારે પંજાબમાં વેક્સિન આવશે તો તે પહેલો ડોઝ લેશે.
  • કોવેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ બુધવારે પશ્વિમ બંગાળમાં શરૂ થઈ ગયું. કોલકાતામાં આનો પહેલો ડોઝ રાજ્યના મંત્રી ફરહદ હકીમે લીધો.

પાંચ રાજ્યોની સ્થિતિ

દિલ્હી

રાજધાની દિલ્હીમાં બુધવારે 3944 લોકો કોરોના પોઝિટીવ મળી આવ્યા છે. 5329 લોકો રિકવર થયા અને 82 લોકોના મોત થયા. અત્યાર સુધી 5 લાખ 78 હજાર 324 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાં 30 હજાર 302 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 5 લાખ 38 હજાર 680 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 9342 થઈ ગઈ છે.

મધ્યપ્રદેશ

રાજ્યમાં બુધવારે 1439 લોકો કોરોના સંક્રમિત થયા છે. 1838 લોકો રિકવર થયા અને 17 લોકોના મોત થયા. રાજ્યમાં સંક્રમિતોનો આંકડો હવે 2 લાખ 8 હજાર 924 થઈ ગયો છે. જેમાં 14 હજાર 19 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 91 હજાર 618 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 3287 થઈ ગઈ છે.

ગુજરાત

બુઘવારે રાજ્યમાં 1512 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો. 1570 લોકો રિકવર થયા અને 14 લોકોના મોત થયા. અત્યાર સુધી 2 લાખ 12 હજાર 769 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાં 14 હજાર 713 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 94 હજાર 38 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 4018 થઈ ગઈ છે.

રાજસ્થાન

રાજ્યમાં બુધવારે 1990 લોકો સંક્રમિત થયા છે. 3235 લોકો રિકવર થયા અને 19 લોકોના મોત થયા. અત્યાર સુધી 2 લાખ 72 હજાર 400 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાં 26 હજાર 710 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 43 હજાર 340 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 2350 થઈ ગઈ છે.

મહારાષ્ટ્ર

રાજ્યમાં બુધવારે 3350 નવા દર્દીઓની ઓળખ કરાઈ. 3796 લોકો રિકવર થયા અને 111 લોકોના મોત થયા. આ સાથે જ સંક્રમિતોનો આંકડો હવે 18 લાખ 32 હજાર 176 થઈ ગયો છે. જેમાં 88 હજાર 537 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 16 લાખ 95 હજાર 208 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 47 હજાર 357 થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here