ગુજરાત : કુલ 9592 દર્દી અને 586 મૃત્યુ, ​​​​​​​એક્ટિવ દર્દીઓની સંખ્યામાં ગુજરાત દેશમાં ચોથા અને રિકવરી રેટમાં 11માં સ્થાને

0
10
  • 24 દિવસ પછી દેશમાં દર્દીઓની સંખ્યામાં ગુજરાત ત્રીજા સ્થાને
  • રાજ્યમાં 24 કલાકમાં 324 કેસ, 20 મોત, મૃત્યુઆંક 586, કુલ કેસ 9592, તમિલનાડુ પછી ગુજરાત
  • આત્મનિર્ભર ગુજરાત: નાના વેપારી, ફેરિયાઓને માત્ર અરજી પર લોન મળશે
  • 10 લાખ લોકોને 2 % વ્યાજે 3 વર્ષ માટે ગેરન્ટી વિના 1 લાખની લોન, 6 મહિના સુધી EMIનહીં
  • સતત સોળમાં દિવસે ગુજરાતમાં કોરોનાના 300થી વધુ અને અમદાવાદમાં 250 કરતાં વધુ કેસ
  • અત્યાર સુધીમાં કુલ 1,24,709 ટેસ્ટ થયા, 9,592ના પોઝિટિવ અને 1,15,117ના રિપોર્ટ નેગેટિવ આવ્યા

ગુજરાતમાં હાલ સાજા થઇને જઇ રહેલાં દર્દીઓની સંખ્યા વધી રહી છે તેથી સરેરાશ રિકવરી રેટ ખૂબ ઊંચો આવ્યો છે. કુલ કેસ 9,592 અને મૃત્યુઆંક 586 થઈ ગયો છે. તો કુલ 3,753 ડિસ્ચાર્જને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં સતત 16માં દિવસે 300થી વધુ અને અમદાવાદ શહેરમાં 250થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્માં કુલ નવા 324 કેસ નોંધાતા કુલ આંકડો 9,592 પર પહોંચ્યો છે. પરંતુ તામિલનાડુમાં પણ હાલ પોઝિટિવ કેસની સંખ્યા વધતાં હવે સમગ્ર દેશમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દી ધરાવતા રાજ્યોની સ્થિતિએ ગુજરાત હવે બીજેથી ખસીને ત્રીજે આવ્યું છે. જ્યારે એક્ટિવ દર્દીઓની સંખ્યા જોઇએ તો હાલ ગુજરાત સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ અને દિલ્હી બાદ ચોથા ક્રમે છે. ગુજરાતનો રિકવરી રેટ 38.43 ટકા છે જે દેશમાં અગિયારમાં સ્થાને છે. ગુરુવારે રાજ્યમાં કુલ 191 લોકોને ડિસ્ચાર્જ અપાયા અને અત્યાર સુધીમાં તે આંક 3,753 થયો છે.

છેલ્લા 16 દિવસથી રાજ્ય અને અમદાવાદમાં નોંધાયેલા કોરોનાના કેસો

તારીખ કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ 308 (250)
30 એપ્રિલ 313(249)
1 મે 326 (267)
2 મે 333 (250)
3 મે 374 (274)
4 મે 376 (259)
5 મે 441(349)
6 મે 380 (291)
7 મે 388 (275)
8 મે 390 (269)
9 મે 394(280)
10 મે 398 (278)
11 મે 347 (268)
12 મે 362 (267)
13 મે 364 (292)
14 મે 324 (265)

 

અગાઉ 21 એપ્રિલે ગુજરાત બીજા સ્થાને પહોંચ્યુ હતું

અગાઉ ગઇ 21 એપ્રિલે ગુજરાત 2,178 પોઝિટિવ કેસ સાથે સમગ્ર દેશમાં બીજા સ્થાને સૌથી વધુ કેસ ધરાવતું રાજ્ય બન્યું હતું. તે પૂર્વે 19 એપ્રિલે ગુજરાત ત્રીજા સ્થાને પહોંચ્યું હતું અને તે દિવસે ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,624 હતી. આમ 24 દિવસ બાદ ફરી ગુજરાત સમગ્ર દેશમાં ફરી ત્રીજા સ્થાને આવ્યું છે.

લેક્ટ્રિશિયન, ધોબી, શ્રમિકો, કારીગરોને 1 લાખની લોનનો લાભ મળશે

ધોબી, વાળંદ, ઈલેક્ટ્રિશિયન, કરિયાણા વેપારીઓ, શ્રમિકો તથા કારીગરો જેવા 10 લોકોને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત રૂ. 1 લાખ સુધીની લોન રાજ્યની કો-ઓપરેટિવ બેન્કો, જિલ્લા સહકારી બેન્કો અને ક્રેડિટ સોસાયટી દ્વારા માત્ર 2 ટકાના વાર્ષિક વ્યાજે આપશે. આવી લોન સહાય મેળવવા માટે લાભાર્થીએ માત્ર એક અરજી કરવાની રહેશે. આવી લોન પર 10થી 12 ટકાનો માર્કેટ રેટ લેવાતો હોય છે.

કુલ 9592 દર્દી, 586ના મોત અને 3753 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 6910 465 2247
વડોદરા 605 32 363
સુરત 983 44 574
રાજકોટ 66 02 51
ભાવનગર 103 07 46
આણંદ 82 07 70
ભરૂચ 32 02 25
ગાંધીનગર 146 05 61
પાટણ 34 02 22
નર્મદા 13 00 12
પંચમહાલ 68 04 37
બનાસકાંઠા 83 03 41
છોટાઉદેપુર 21 01 14
કચ્છ 14 01 06
મહેસાણા 73 02 37
બોટાદ 56 01 29
પોરબંદર 04 00 03
દાહોદ 20 00 01
ખેડા 33 01 14
ગીર-સોમનાથ 22 00 03
જામનગર 33 02 02
મોરબી 02 00 01
સાબરકાંઠા 27 02 09
મહીસાગર 47 01 35
અરવલ્લી 76 02 22
તાપી 02 00 02
વલસાડ 06 01 04
નવસારી 08 00 07
ડાંગ 02 00 02
દેવભૂમિ દ્વારકા 12 00 00
સુરેન્દ્રનગર 03 00 01
જૂનાગઢ 04 00 02
અમરેલી 01 00 00
અન્ય રાજ્ય 01 00 00
કુલ  9,592 586 3,753

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here