ગાંધીનગર : 5 લાખ લાંચ કેસમાં ઝડપાયેલા GPCB ના અધિકારી પાસેથી કુલ 1.27 કરોડની બેનામી સંપત્તિ મળી

0
0

GPCB ના અધિકારી પાસેથી 2 કિલો સોનું, 55 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા

ગાંધીનગર ACBના હાથે 5 લાખ રૂપિયાની રોકડ રકમ લેતા રંગે હાથ ઝડપાયેલા જામનગર GPCBના અધિકારી ભાયાભાઈ સૂત્રેજા પાસેથી કુલ 1.27 કરોડની બેનામી સંપત્તિ મળી આવી છે. તપાસ દરમિયાન ભાયાભાઇના ગાંધીનગર ખાતેના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા સેક્ટર 21માં આવેલા બે લોકરની ઝડતી લીધી હતી. જેમાંથી 2 કિલો સોનું (1.919 કિલોગ્રામ) સોના ચાંદીના દાગીના અને 55 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ સાથે કુલ મળીને 1,27,95,874 રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો હતો.

આરોપીએ રૂપિયા બાબતે યોગ્ય જવાબ આપી શક્યા નહતા જેથી પોલીસે તેના ઘરે પણ તપાસ કરી હતી.પોલીસે જાણવા જોગ દાખલ કરી તપાસ શરૂ કરી હતી.ત્યાર બાદ પોલીસે ગુનો દાખલ કરી આરોપી ના 2 દિવસ ના રિમાન્ડ મેળવ્યા બાદ કાર્યવાહી શરૂ કરી હતી.

પોલીસે જયારે આરોપી ના ઘરે જઈ તપાસ કરી અને તેના બેંકના લોકરો તપાસ કરી તો આશરે 72 લાખના સોનાના દાગીના અને લઘડી મળી આવી ત્યાર બાદ બેંક એકાઉન્ટમાંથી પોલીસને 55.69 લાખ રૂપિયા રોકડ પણ મળી આવ્યા હતા. આમ કુલ સવા કરોડની સોના અને રોકડની સંપત્તી મળી આવી છે.

હાલ ACBએ આ મુદ્દામાલ કબ્જે કરી અપ્રમાણસર મિલ્કત મામલે ફરિયાદ દાખલ કરી, વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here