અમદાવાદના વેપારીએ ડાકોર રણછોડરાય મંદિરે 1 કરોડ 11 લાખ 11 હજારનું દાન કર્યું

0
8

ડાકોરના રણછોડરાયમાં શ્રદ્ધા ધરાવતા અમદાવાદના રાજુભાઈ પટેલની પ્રભુએ આપેલું જે છે તેનો ઋણભાર અર્પણ કરવાની તેમની ઇચ્છા હતી પણ એ પૂર્ણ થાય તે પહેલા તેમનું અવસાન થયું હતું. પિતાની ઇચ્છા અને પ્રભુનો ઋણભાર ચૂકવવા રાજુભાઈ પટેલના પુત્ર અને વેપારી સુજલ પટેલ પરિવાર સાથે ડાકોર આવ્યા હતા અને રવિવારે વિજયાદશમીએ રણછોડરાય મંદિરને 1,11,11,111 માતબર રોકડ રકમના દાન નો ચેક શ્રીજીમહારાજના ચરણોમાં સમર્પિત કર્યો હતો.

ડાકોર મંદિરના ઈતિહાસમાં સૌ પ્રથમવાર એક કરોડથી વધુની રકમનું રોકડ દાન ચેક દ્વારા આવ્યું
(ડાકોર મંદિરના ઈતિહાસમાં સૌ પ્રથમવાર એક કરોડથી વધુની રકમનું રોકડ દાન ચેક દ્વારા આવ્યું)

 

પહેલીવાર આટલી મોટી રકમનું દાન ચેકથી આવ્યું

ડાકોરના ઠાકોરના કૃપા પાત્ર ભક્તો શ્રધ્ધાળુઓ પ્રભુને પોતાની શક્તિ સંપન્નતા અનુસાર દાન અર્પણ કરતા હોય છે. ક્યારેક ચીજ વસ્તુઓ અને સોના ચાંદી તેમજ ઘરેણાંનું દાન પ્રભુના દરબારમાં સતત ઠાલવાતું રહે છે. જોકે રવિવારે વિજયાદશમીના રોજ ડાકોર મંદિરના ઈતિહાસમાં સૌ પ્રથમવાર એક કરોડથી વધુની રકમનું રોકડ દાન ચેક દ્વારા આવ્યું હોઈ મંદિરમાં વિજયઉત્સવની ખુશીઓ બેવડાઈ ગઈ જણાતી હતી.

પોતાના પિતાની અધૂરી ઈચ્છા પૂર્ણ કર્યાનો સંતોષ આ પટેલ પરિવારે વ્યક્ત કર્યો હતો
(પોતાના પિતાની અધૂરી ઈચ્છા પૂર્ણ કર્યાનો સંતોષ આ પટેલ પરિવારે વ્યક્ત કર્યો હતો)

 

પિતાની અધૂરી ઈચ્છા પૂર્ણ કરી

અમદાવાદના કેમિકલ વ્યવસાય સાથે સંકળાયેલા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સુજલ રાજુભાઈ પટેલ દ્વારા તેમના પિતા સ્વ.રાજુભાઈ સોમાભાઈ પટેલની યાદમાં 1,11,11,111 (એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર ) ની માતબર રકમનો ચેક મંદિરમાં શ્રીરણછોડરાય પ્રભુના ચરણો અર્પણ કર્યા હતો. પોતાના પિતાની અધૂરી ઈચ્છા પૂર્ણ કર્યાનો સંતોષ આ પટેલ પરિવારે વ્યક્ત કર્યો હતો.

મંદિરના પૂજારી દ્વારા આ માતબર રકમની દાનનો ચેક પ્રભુની નજર સમક્ષ લઈ જઈ પ્રભુને બતાવી મંદિરના ભંડારે સ્વીકૃત કરાયો હતો.ડાકોર મંદિર મેનેજમેન્ટ દ્વારા દાતા કુટુંબનું સમ્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ડાકોર રણછોડરાય મંદિરના ટ્રસ્ટી ભરતભાઈ જોષી, ટ્રસ્ટી અરુણભાઈ મહેતા,તેમજ મેનેજર અરવિંદભાઈ મહેતા અને જગદીશભાઈ દવે ઉપરાંત મંદિરના સેવક પૂજારી આગેવાનો ઉપરાંત અમૂલ ડેરી ચેરમેન રામસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here