ઝાડ સાથે ટેમ્પો અથડાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો

0
4

વ્યારા રહેતા એક ટેમ્પોચાલક પરિવાર સાથે આહવા ગયા હતા, જ્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે વ્યારા તાલુકાના મીરપુર ગામની સીમમાં ચાલકે દ્વારા સ્ટિયરિંગ પર કાબુ ગુમાવી દેતા ટેમ્પો માર્ગની બાજુમાં ઝાડ સાથે અથડાયો હતો, જેમાં ચાલક પિતા સહિત ચાર વર્ષીય પુત્રીનું મોત નીપજ્યું હતું, જ્યારે પત્ની અને બીજી પુત્રીને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને પ્રાથમિક સારવાર બાદ સુરત ખાતે ખસેડાયા હતા.

આહવાથી પરત ફરતી વખતે થયો અકસ્માત
વ્યારા ગિરનાર રેસિડેન્સીમાં જેટાભાઈ નારણભાઈ ભારાઈ (રબારી) તેમજ તેમની પત્ની મનીષાબેન અને મોટી પુત્રી સ્નેહા અને નાની પુત્રી મનસ્વી સાથે રહે છે.​​​​​​​ તેઓ છૂટક ટેમ્પો ભાડે ફેરવવાનું કામ કરે છે. મંગળવારના રોજ ટેમ્પો નંબર gj 26 t 6177 ને આહવા ખાતે પાઈપ ખાલી કરવાનો ફેરો મળ્યો હતો. જેથી સવારે જેઠાભાઇ અને તેમના પત્ની મનીષાબહેન અને બંને પુત્રીઓ સાથે આહવા ગયા હતા. આહવાથી પાઇપ ખાલી કરી તેઓ સાંજે પરત ફરતી વેળા વ્યારા ભેંસકાતરી રોડ પર વ્યારા તાલુકાના મીરપુર ગામની સીમમાં પસાર થઈ રહ્યા હતા.

સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત થયો
તે દરમિયાન જેટાભાઇએ ટેમ્પોના સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી દેતા ઝાડ સાથે અથડાવી દીધો હતો. અકસ્માતમાં ટેમ્પોના આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. ટેમ્પોચાલક જેટાભાઈને માથા તેમજ અન્ય ભાગે ઇજા થતાં ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે તેમને નાની પુત્રીનું પણ મોત નીપજ્યું હતું. તેમની પત્ની અને મોટી પુત્રીને ગંભીર ઇજા પહોંચતા તેમને પ્રાથમિક સારવાર બાદ સુરત ખાતે ખસેડાયા હતા. બનાવ અંગે મરનારના ભાઈ ટીમબાભાઈએ વ્યારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

વરસતા વરસાદમાં મૃતદેહ બહાર કાઢ્યો
વ્યારાના મીરપુર નજીક ટેમ્પો ઝાડ સાથે અથડાયાના થોડાક સમયમાં ત્યાં પહોંચેલા અન્ય વાહનચાલક વિશાલભાઈ અને સ્થાનિક વાહનચાલકોએ અડધો કલાકની જહેમત બાદ વરસતા વરસાદ વચ્ચે જેટાભાઈનો મૃતદેહ ગાડીમાંથી બહાર કાઢ્યો હતો, જયારે અન્ય ઇજગ્રસ્તોને 108 સેવા બોલાવી વ્યારા જનરલ હોસ્પિટલમાંમાં મોકલી આપ્યા હતા.

ઇજાગ્રસ્ત પુત્રીએ રસ્તામાં દમ તોડયો
વ્યારાના મીરપુર નજીક ટેમ્પા અને ઝાડ સાથે અકસ્માતમાં પિતાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જ્યારે નાની ચાર વર્ષીય પુત્રી મનસ્વીને ગંભીર ઈજા પહોંચી હતી. જેને સ્થાનિકો દ્વારા સારવાર માટે વ્યારા લઈ આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ મનસ્વીએ દમ તોડી દીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here