Home ગુજરાત બનાસકાંઠા : થરા કોલેજમાં NCC ના ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

બનાસકાંઠા : થરા કોલેજમાં NCC ના ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

0
49

લાખણી : કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.એ. સુરાણી વિદ્યાસંકુલ, શ્રીમતી કે.કે. શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી એલ.બી. ગુંજારીયા કોમર્સ કોલેજ થરામાં NCC અંતર્ગત તા.૨૭/૦૭/૨૦૨૦ ના રોજ ૩૫ NCC બટાલિયન પાલનપુરની સૂચના અનુસાર વૃક્ષારોપણ કાર્યક્રમ નું  આયોજન કરવામાં આવ્યું હતું. કોવિડ-૧૯ ની મહામારી ને ધ્યાનમાં લઈ ફક્ત ૮ કેડેટો જેમાં ૪ SWA  અને ૪ SDA ની હાજરીમાં સોસિયલ ડીસ્ટન્સ જાળવીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું. NCC યુનિટના બાકીના કેડેટોને સૂચના આપવામાં આવી કે પોતાના ગામમાં, ઘરે કે ખેતરે એક વૃક્ષ રોપી તેનું જતન કરી પર્યાવરણ ની જાળવણીમાં પરોક્ષ રીતે આ કાર્યક્રમમાં ભાગીદાર થયા હતા. કોલેજના પ્રિન્સીપાલ ડૉ.ડી.એસ. ચારણ કાર્યક્રમમાં હાજર રહી વિદ્યાર્થીઓને વધારેમાં વધારે વૃક્ષારોપણ કરવાનું આહવન કરેલ.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન CTO. પ્રા. આર.ટી. રાજપૂતે કર્યું હતું.

 

અહેવાલ : મુકેશ સોની, CN24NEWS, લાખણી, બનાસકાંઠા  

Live Scores Powered by Cn24news