શિયાળો સંપૂર્ણ રીતે વિદાય લઈ ચૂક્યો છે અને સાથે જ આગ ઝરતી ગરમીની પણ શરૂઆત થઈ ચૂકી છે. આ સાથે એપ્રિલનો મહિનો ફરવા માટે સારો માનવામાં આવે છે કેમકે આ સમય ન તો વધારે ગરમ હોય છે અને ન તો ઠંડો. બાળકોની પરીક્ષા પૂરી થયા બાદ તમે પરિવાર સાથે અહીં આપેલા સ્થળનો પ્લાન કરી શકો છો. પરિવારની સાથે ફરવાનો પ્લાન બનાવવા માટે તમારે જગ્યા નક્કી કરવી જરૂરી છે. જો તમે અહીં આપેલા કેટલાક હિલ સ્ટેશનનો પ્લાન કરો છો તો તમે હરિયાળીની સાથે સાથે ફૂલોની મહેકની મજા પણ મેળવી શકશો.
તવાંગ, અરુણાચલ પ્રદેશ
એપ્રિલમાં ફરવાનો પ્લાન છે તો અરુણાચલમાંના તવાંગનો પ્લાન કરી શકાય છે. અહીં હાલની સીઝનમાં તમે બરફને બદલે હરિયાળી અને સોનેરી તડકાની મજા માણી શકાય છે. તેની સાથે તમે અહીં આઉટડોર એક્ટિવિટીની મજા પણ લઈ શકો છો. તવાંગ મોન્ટેસરી, ઝીલ અને જંગલ તમારું મન મોહી લેશે.
ગુલમર્ગ
ગુલમર્ગ બર્ફીલા પહાડો અને ચટ્ટાનોને માટે જાણીતું છે. અહીં તમે શિયાળામાં મજા લઈ શકશો નહીં. તમે ગરમીમાં કાશ્મીરના આ સુંદર શહેરની મુલાકાત લો. તમે અનેરી સુંદરતાની સાથે ધરતીના સ્વર્ગની મુલાકાત લઈ શકો છો.
ડેલહાઉસી
હિમાચલની આ જગ્યા ગરમીમાં પણ બરફથી છવાયેલી રહે છે. એપ્રિલમાં અહીં વધારે તાપમાન 25 ડિગ્રી રહે છે. અહીં તમે સતધારા ઝરણામાં ડુબકી લગાવી શકો છો. ચમેરા ઝીલમાં બોટિંગ અને કાળાટોપ વાઈલ્ડ સેન્ચ્યુરીમાં ફરી શકો છો.
ચેરાપૂંજી
નોર્થ ઈસ્ટને એક્સપ્લોર કરવા ઈચ્છો છો તો ચેરાપૂંજીનો પ્લાન કરી શકો છો. નેચર લવર લોકો માટે આ જગ્યા સ્વર્ગ સમાન છે. એપ્રિલના મહિનામાં અહીંનું તાપમાન 22 ડિગ્રી રહે છે. અહીં તમે દ લીવિંગ રૂટ બ્રિજ, સેવન સિસ્ટર ફોલ, ઈકોપાર્ક વગેરે જગ્યાની મુલાકાત લઈ શકો છો.