દહેગામ : મેશ્વો નદીમાં ઓવરલોડ સીમેંટ ભરેલો ટ્રક ફસાઈ ગયો,

0
30

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હરસોલી ગામે આવેલ મેશ્વો નદીમા આજે બપોરના સમયે એક ઓવરલોડ સીમેંટ ભરીને ટ્રક પસાર થઈ રહ્યો હતો ત્યારે નદીની વચ્ચે જતા નવો રસ્તો બનાવ્યો છે તેના ઉપર આ ટ્રક પસાર થતા અચાનક ટ્રફ ફસાઈ જતા આ માર્ગ ઉપર પરીવહન કરતા વાહનો, એસટી બસ અને પ્રાઈવેટ વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી. સંજોગો વસાહત આ ટ્રકનો ચમત્કારી બચાવ થવા પામ્યો છે. નહીતર આ સીમેંટ ભરેલો ટ્રક નદીમા પલટી ખાવાની તૈયારીમા જ હતો. અને આજે બપોરના સમયે આ માર્ગ ઉપર લાંબા સમય સુધી વાહનોનો ઝમેલો ખડો થઈ જવા પામ્યો હતો. અને નદીમા ખોદકામ કરતુ જીસીબી મશીનને બોલાવીને આ ટ્રકને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામા આવી રહી ત્યારે એક કલાકની જહેમત બાદ આ ટ્રક નીકળી શક્યો નથી.  અને આ રસ્તા ઉપર વાહન ચાલક અને  લોકોની ભારે ભીડના દ્રષ્યો સર્જાઈ રહ્યા છે. આમ આ ટ્રકને બહાર કાઢવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

  • આ સીમેંટ ભરેલો ટ્રક આ નદીમા ફસાઈ જતા ચમત્કારી બચાવ થવા પામ્યો છે નહીતર પલટી ખાધી હોત તો ભારે હોનારત સર્જાત કારણે આગળ પાછળ પ્રાઈવેટ વાહનોની મોટી કતારો લાગેલી હતી
  • આ ટ્રકને બહાર કાઢવા માટે નદીમા કામ કરતુ જીસીબી મશીન બોલાવીને તેની કાર્યવાહી આરંભી દેવામા આવી છે
  • આ બનાવ બનતા આ મુખ્ય માર્ગ ઉપર પ્રાઈવેટ વાહન ચાલકો, એસટી બસ અને લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર   

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here