Wednesday, September 28, 2022
Homeગુજરાતભાવનગર મહાનગરપાલિકા દ્રારા બે દિવસીય સાઈકલ મેરેથોનનું કરાયું આયોજન

ભાવનગર મહાનગરપાલિકા દ્રારા બે દિવસીય સાઈકલ મેરેથોનનું કરાયું આયોજન

- Advertisement -

36માં નેશનલ ગેમ્સની જાગૃતિ માટે ભાવનગર મહાનગરપાલિકા દ્રારા બે દિવસીય સ્પોર્ટ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ વહેલી સવારે સાયકલ મેરોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું,

આ સાઇકલ મેરોથોનને ભાવનગરના મેયર, કલેક્ટર, આઈ.જી, ડીડીઓ દ્રારા ઝંડી બતાવી રેલી પ્રસ્થાન કરાવી હતી, ભાવનગર મહાનગરપાલિકા દ્રારા ભાવનગરની પ્રજાને ફિટનેસ એન્ટરટેનમેન્ટ માટે બે દિવસીય આયોજન માટે જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, 36માં નેશનલ ગેમ્સની જાગૃતિ માટે ભાવનગર મહાનગરપાલિકાની સાથે રોટરી ક્લબ અને લાયન્સ ક્લબ ઓફ ભાવનગર સિટી દવારા સાયકલ મેરોથોનનું આયોજન રૂપાણી સર્કલથી પાણીની ટાંકીથી પરત રૂપાણી સર્કલના રૂટ પર કરવામાં આવ્યું હતું,

36માં નેશનલ ગેમ્સના વિશાળ આયોજનની સાથે ભાવનગર મ્યુનિસિપાલટી કોર્પોરેશન દ્વારા ભાવનગરની પ્રજાને ફિટનેસ એન્ટરટેનમેન્ટ માટે બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે ગુરુવાર અને શુક્રવારના રોજ બે દિવસ દરમ્યાન સાંજે 5:30 થી 8:30 સુધી શામળદાસ કોલેજની પાછળ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બે દિવસનું બાળકો, યુવાનો અને સિનિયર સીટીઝન માટે બે દિવસ દરમિયાન જુદા-જુદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, આ તકે મેયર કીર્તિબેન દાણીધારીયા, કલેક્ટર યોગેશ નિર્ગુડે, કમિશનર ઉપધ્યાય, આઈ.જી અશોકકુમાર યાદવ, ડીડીઓ અને રોટરી લાયન્સના પ્રમુખોની તથા સભ્યો સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular