વડોદરા : માસ્ક વગર નીકળેલા ટુ વ્હિલર ચાલકને અટકાવી ઝડતી લેતા ડેકીમાંથી દારૂની બોટલ મળી

0
10

મોઢા પર માસ્ક પહેર્યા વગર પસાર થતાં ટુ વ્હિલર ચાલકને પોલીસે અટકાવી ઝડતી લેતા સ્કુટીની ડેકીમાંથી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. ફતેગંજ પોલીસે યુવક વિરુદ્ધ જાહેરનામા ભંગ તેમજ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોઢા પર માસ્ક નહોતું પહેર્યું

વડોદરા શહેરના ફતેગંજ પોલીસ મથકના પોલીસ જવાનો કોરોના મહામારીના પગલે પીસીઆર વાનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ધરમસિંહ દેસાઈ રોડ ઉપર પંડિત દિન દયાલ શાળાની સામે સ્કુટી સવાર વ્યક્તિ મોઢા પર માસ્ક પહેર્યા વગર પસાર થઈ રહ્યો હતો.

એક બોટલ દારૂ ઝડપાયો

પોલીસે તેની પૂછપરછ સમયે સ્કુટીની ડેકી ચેક કરતા તેમાંથી એક ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં સ્કૂટી ચાલક મહેશસિંગ જયપાલસિંગ ભદોરીયા ( રહેવાસી- પ્રધાનમંત્રી આવાસ યોજના , મંગલ પાંડે રોડ, સમા , વડોદરા) હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે તેની વિરુદ્ધ જાહેરનામા ભંગ તેમજ પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here