રાજકોટ : 150 મી ગાંધી જયંતી નિમિત્તે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

0
0

રાજકોટ:મોટર વ્હીકલ એક્ટને લઈને માત્ર ગુજરાત જ નહિં દેશભરમાં ચર્ચા છે. ત્યારે આ 150મી ગાંધી જયંતી નિમિત્તે રાજકોટમાં અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીજીનાં વેશમાં એક સાથે 150 બાળકોની રેલી નીકળી હતી. ગાંધીજી બનનારે હેલ્મેટ પહેરી અને બાઈક ચલાવીને ટ્રાફિકનાં નવા નિયમો પાળવાની શીખ આપી હતી. આ રેલી રાજકોટનાં જ્યુબિલી ગાર્ડનથી રાષ્ટ્રીય શાળા સુધી યોજાઈ હતી. આ કાર્યક્રમનું બીજું એક આકર્ષણએ હતું કે ગીનીશ બુકમાં સ્થાન પામેલ વિશાળ ગાંધી ટોપીને પણ આ ગાંધી કુચમાં સામેલ કરવામાં આવી હતી અને ગાંધીજીની મૂર્તિ સાથેનો એક રથ પણ સામેલ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here