અમરેલીમાં સેવાભાવી વ્યક્તિના નિધન બાદ અનોખી શ્રદ્ધાંજલિ કરવામાં આવી

0
2

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામના એક વ્યકિતનું કોરોના કાળ દરમિયાન ઓક્સિજનની કમીના કારણે થયેલા નિધન બાદ ગ્રામજનો દ્વારા અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવવામા આવી હતી. ગ્રામજનો દ્વારા 500 રોપાઓનું વિતરણ કરી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો.

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પ્રતાપગઢ ગામના ગોરધનભાઈ રીજીયા સુરત ખાતે ઉધોગ ધંધા સાથે સંકળાયેલા હતા. કોરોના સંક્રમિત થતા 1 માસ પહેલા ઓક્સિજન શરીરમા પૂરતો નહિ મળતા ઓક્સિજન વગર તેમનુ મોત થયુ હતુ. ત્યારબાદ વતન પ્રતાપગઢ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પરંતુ ઓક્સિજન ના કારણે તેમનુ દુઃખદ અવસાનથી ગ્રામજનો દ્વારા અનોખી રીતે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ગામ પણ લીલુછમ હરીયાળુ બને તેવા પ્રયાસથી ઓક્સિજન ગાર્ડન તૈયાર થાય લોકોને 500 જેટલા અલગ અલગ પ્રકારના દેશી ફુલના આંબા,વડલો,પીપર,પીપળો,અને લીમડા, ના વૃક્ષોનુ ગામમા વિતરણ કરાયુ હતુ આ વૃક્ષોનુ વાવેતર કરી તેનુ જતન કરવા માટે અપીલ કરી સંકલ્પ લેવડાવ્યો હતો.

સ્થાનિક નવીનભાઈ લાડોલા એ જણાવ્યું હતું કે, અમારા ગામના ગોરધનભાઈ કોરોના સામે હોસ્પિટલમાં ઝઝુમ્યા હતા અને ત્યારબાદ દુઃખદ અવસાન થયુ હતુ. આજે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ગામમાં દેશી રોપનું વિતરણ કર્યું જેથી એક ઓક્સિજન ગાર્ડન બને લોકો અને વૃક્ષોનુ વાવેતર થાય અને અલગ અલગ વાડી વિસ્તારમાં વૃક્ષો વાવ્યા જેથી અમારા ગામમા ઓક્સિજન લેવલ જળવાય રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here