Tuesday, December 7, 2021
HomeNCP સુપ્રીમો શરદ પવારના કાફલામાં સામેલ એક ગાડી પલટી..!
Array

NCP સુપ્રીમો શરદ પવારના કાફલામાં સામેલ એક ગાડી પલટી..!

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર એનસીપીના પ્રમુખ શરદ પવારના કાફલાનું વાહન પલટી ગયું હતું. આ અકસ્માતમાં શરદ પવાર માંડ માંડ બચ્યા હતા. તેમનું વાહન સલામત રીતે પસાર થઇ ગયું હતું. સદ્ નસીબે દુર્ઘટનામાં મોટી જાનહાનિ ટળી હતી. જોકે વાહન ચલાવતા ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

શરદ પવાર  જે કારમાં બેસ્યા હતા તે સુરક્ષિત છે. આ અકસ્માત પૂણેથી મુંબઇ વચ્ચે અમૃતાજન પુલ સાથે થયો હતો. આ અકસ્માતમાં કોઇ ગંભીર રીતે ઘાયલ થયા છે. ફક્ત એક પોલીસકર્મીને સામાન્ય ઇજા પહોંચી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રોડ અકસ્માત વખતે શરદ પવારની કાર સામેની તરફ હતી એટલા માટે તેમની કાર હિટ થતાં બચી ગઇ. પોલીસે દુર્ઘટનાગ્રસ્ત વાહને અલગ કરીને શરદ પવાર માટે કાફલાને મુંબઇની તરફ રવાના કરી દીધા છે.

પૂણેની ગ્રામીણ ક્ષેત્રની પોલીસે જાણકારી આપી છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાઋટીના પ્રમુખ શરદ પવારના કાફલાનું એક વાહન મુંબઇ-પૂણે એક્સપ્રેવે પર પલટી ગયો હતો. પવારનું વાહન સુરક્ષિત પસાર થઇ ગયું છે. જે કાર પલટી ગઇ હતી તેના ડ્રાઇવરને સામાન્ય ઇજા પહોંચી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments