સુરત : ડેપ્યુટી મેયર સહિતનાએ જૈન આચાર્યના દર્શને જઈ 144નો ભંગ કર્યો હોવાનો વીડિયો વાઈરલ

0
13

સુરત. કોરાના વાઈરસને લઈને હાલમાં લોકડાઉન ચાલી રહ્યું છે. જેથી સમગ્ર સુરત સહિતના વિસ્તારોમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. જોકે, આ નિયમ સુરતના ડેપ્યુટી મેયર નિરવ શાહને લાગુ ન પડતો હોય તેમ લાગી રહ્યું છે. નિરવ શાહ જૈન આચાર્યના કાર્યક્રમમાં દર્શન માટે સમૂહમાં એકઠા થયેલા દેખાય છે. પાલિકા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ ન જાળવતાં લોકોને દંડ ફટકારવામાં આવે છે. જોકે, નિરવ શાહને પાલિકા દંડ ફટકારશે કે કેમ તેમ જ તેઓ એક જવાબદાર નેતા હોવા છતાં આ રીતે સમૂહમાં એકઠાં થતાં લોકોને સોશિયલ ડિસ્ટન્સ અંગે શું સમજાવી શકે તે પણ સવાલો ઉભા થઈ રહ્યાં છે.

તંત્ર આ વિષયમાં ચૂપ કે છે? જેવા સવાલો કરાયા

શહેરના ડેપ્યુટી મેયર સહિતાએ લોકડાઉન હોવા છતા જૈન આચાર્યના દર્શન મોટી સંખ્યામાં દર્શન કર્યા હોવાનો વીડિયો સોશિયલ વાઈરલ થયો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો મૂકીને સાથે 144નો ભંગ કર્યો છે. શું કાયદો સાધારણ માણસો માટે છે? તંત્ર આ વિષયમાં ચૂપ કે છે? જેવા સવાલો કરવામાં આવ્યા છે. જોકે, વીડિયો વાઈરલ થયા બાદ ડેપ્યુટી મેયરે પોતાનો લૂલો બચાવ કર્યો હતો.

ડેપ્યુટી મેયરનો લૂલો બચાવ

જૈન આચાર્યના દર્શન માટે ગયા હોવાનો ડેપ્યુટી મેયરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વિવાદ સર્જાયો છે. જેને લઈને ડેપ્યુટી મેયર નિરવ સાથે લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, જૈન આચાર્યના દર્શન સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here