બાબા રામદેવનો એક વીડિયો ખૂબ વાયરલ, ફાટેલા જીન્સને સંસ્કારી કહી રહ્યા છે

0
2

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે જીન્સ અંગે જે નિવેદન આપ્યું હતું તેને લઈ ભારે વિવાદ સર્જાયો છે. તેમણે કહ્યું હતું કે, મહિલાઓને ફાટેલા જીન્સમાં જોઈને ખૂબ આશ્ચર્ય થાય છે અને મનમાં સવાલ જાગે છે કે, તેનાથી સમાજને શું સંદેશો મળશે. આ નિવેદનને લઈ વિપક્ષ સહિત અનેક સેલિબ્રિટીએ તીરથ સિંહ સામે નિશાન તાક્યું છે. ત્યારે આ બધા વચ્ચે બાબા રામદેવનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ફાટેલા જીન્સને સંસ્કારી કહી રહ્યા છે.

એક વરિષ્ઠ પત્રકારે રામદેવ બાબાનો જૂનો વીડિયો શેર કર્યો હતો જેમાં બાબા પતંજલિ દ્વારા વેચવામાં આવી રહેલા ફાટેલા જીન્સને સંસ્કારી ગણાવી રહ્યા છે. પત્રકારે તે વીડિયો શેર કરવાની સાથે ‘ઓછા ફાટેલા અને વધારે ફાટેલા જીન્સનો તફાવત’ એવું ટેગ પણ આપ્યું હતું.

આ વીડિયો 2018ના વર્ષનો છે જ્યારે બાબા રામદેવે દિલ્હીમાં પતંજલિ પરિધાન નામથી કપડાના પહેલા સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું હતું. તે સમયે જીન્સ અંગે વાત કરતી વખતે બાબાએ તેમના પાસે ફાટેલા જીન્સ પણ છે તેમ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘સ્ટોરમાં અનેક ઓપ્શન ઉપલબ્ધ છે, તેમણે સિવેલા ઉપરાંત ફાટેલા જીન્સ પણ રાખ્યા છે. પરંતુ તેમણે જીન્સને એટલા જ ફાડ્યા છે જેમાં ભારતીયતા પણ જળવાઈ રહે. વધુ તોડફોડમાં ભારતીયતાનું નુકસાન છે.’ ત્યાર બાદ એક મહિલા પત્રકારે રામદેવ બાબાને તે જીન્સનું નામ પુછ્યું હતું જેના જવાબમાં રામદેવ બાબાએ તે ‘સંસ્કારી જીન્સ’ હોવાનું કહ્યું હતું અને જોર-જોરથી હસવા લાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી રાવતે સંસ્કારોના અભાવમાં યુવાનો અજીબોગરીબ ફેશન કરવા લાગ્યા છે અને ઘૂંટણેથી ફાટેલા જીન્સ પહેરીને પોતાને મોટા બાપના દીકરા સમજે છે તેમ કહ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, આવી ફેશનમાં છોકરીઓ પણ પાછળ નથી. આજકાલના બાળકો બજારમાં ઘૂંટણેથી ફાટેલું જીન્સ ખરીદવા જાય છે અને ન મળે તો તેને કાતરથી કાપી નાખે છે.

આ મામલે એક ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, એક વખત તેઓ જ્યારે પ્લેનમાં બેઠા તો તેમના સાથે એક મહિલા બેઠી હતી જેણે ગમ બુટ પહેર્યા હતા. તે મહિલાનું જીન્સ ઘૂંટણેથી ફાટેલું હતું અને તેણે હાથમાં અનેક કડા પહેર્યા હતા. તેના સાથે બે બાળકો પણ હતા. તે મહિલા એનજીઓ ચલાવે છે. તે સમાજની વચ્ચે જાય છે, તેના પોતાના બે બાળકો છે પરંતુ ઘૂંટણ ફાટેલા છે તો એવામાં તે શું સંસ્કાર આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here