તીરથ સિંહનો એક વીડિયો સામે આવ્યો, ‘ફાટેલા જીન્સ’ બાદ હવે ‘શોર્ટ્સ’ પર સવાલ

0
4

ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે મહિલાઓમાં પ્રવર્તી રહેલી ફાટેલા જીન્સની ફેશનને લઈને જે નિવેદન આપ્યું હતું તેની ચારેબાજુથી ભારે ટીકા થઈ રહી છે. રાજકીય દળોથી લઈને સોશિયલ મીડિયા પર તીરથ સિંહને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વિરોધના આ વંટોળ વચ્ચે તીરથ સિંહનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતાના કોલેજની એક ઘટના યાદ કરીને વિદ્યાર્થીનીઓ શોર્ટ્સ પહેરે તેના સામે સવાલ કરી રહ્યા છે.

વીડિયોમાં તીરથ સિંહ કહે છે કે, ‘હું શ્રીનગરમાં ભણતો હતો તે સમયે ચંદીગઢથી આવેલી એક છોકરી, તે અમારા ત્યાંની જ હતી પણ ચંદીગઢથી આવી હતી. તમે શું કહો એને કટ… થોડા દિવસ એની એવી મજાક ઉડી, કારણ કે બધા છોકરા એના પાછળ ભાગી રહ્યા હતા. યુનિવર્સિટીમાં ભણવા આવ્યા છો.. કેમ વધુ શરીર દેખાડો છો.. શું થશે.’

આ વીડિયો ક્યારનો છે અને તેની સત્યતા અંગે કોઈ પૃષ્ટિ નથી થઈ શકી પરંતુ તેનો પણ વિરોધ શરૂ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, તીરથ સિંહના ફાટેલા જીન્સવાળા વિવાદિત નિવેદનનો રાજ્યસભા સાંસદ જયા બચ્ચન, ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા, શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી, દિલ્હી મહિલા આયોગના સ્વાતિ માલીવાલ વગેરેએ વિરોધ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here