વીજળીથી નહીં પાણીથી ચાલતા સ્પીકર; ઘરની દેખરેખ કરનાર રોબોટ

0
4

દુનિયાના સૌથી મોટા ઈલેક્ટ્રોનિક શો ‘CES 2021’માં બીજા દિવસે પણ ઘણી પ્રોડક્ટ રજૂ કરવામાં આવી. તેમાંથી કેટલીક પ્રોડક્ટ વેચાણ માટે ઉપલબ્ધ છે, તો કેટલીક ટૂંક સમયમાં માર્કેટમાં આવી શકે છે. કંપનીઓનું મેન ફોકસ સ્માર્ટ હોમ પ્રોડક્ટની તરફ રહ્યું.

1. પ્રોડક્ટઃ એમ્પીયર બ્લૂટૂથ શાવર સ્પીકરઃ વીજળીથી નહીં, પાણીથી ચાલશે

કામ…

એક્સેસરીઝ બનાવતી કંપની એમ્પીયરે શોમાં એક બ્લૂટૂથ શાવર સ્પીકર રજૂ કર્યું. તેને બ્લૂટૂથ દ્વારા સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકાય છે. રસપ્રદ વાત એ છે કે સ્પીકરને ઓન કરવા માટે કોઈ પ્લગથી કનેક્ટ કરવાની જરૂર નહીં પડે પરંતુ તેને પાણીથી પાવર મળે છે. હા, જેવો તમે શાવર ઓન કરશો, વહેતા પાણીથી સ્પીકરને પાવર મળશે અને તમારું કામ કરવાનું શરૂ કરશે. સ્પીકરના પાર્ટ્સ રિસાયકલ ઓશિયન પ્લાસ્ટિકથી બનેલા છે.

ક્યારથી મળશે?

રિપોર્ટ્સના અનુસાર, તેનું વેચાણ આ વર્ષે મેથી શરૂ થશે.

ક્યાં ક્યાં મળશે?

અત્યારે કંપનીએ તેની પુષ્ટિ નથી કરી કે તેને કયા માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.

કેટલામાં મળશે?

તેની કિંમત લગભગ 7300 રૂપિયા હશે.

2. પ્રોડક્ટઃ મોરબૉટ સ્કાઉટ સ્માર્ટ હોમ રોબોટ

કામ…

મોરબૉટ સ્કાઉટ ઓટોનોમસ હોમ રોબોટ ઘરનું ધ્યાન રાખવા માટે એક સારી પ્રોડક્ટ છે. એડવાન્સ સેન્સર્સ અને AI એલ્ગોરિધમના કારણે તેમાં કોઈ બ્લાઈન્ડ સ્પોર્ટ નથી, એટલે કે તે ઘરના દરેક ખૂણાને મોનિટર કરવા માટે સક્ષમ છે. પોતાના ઓટોનોમસ પેટ્રોલ મોડથી તે AI સંચાલિત રોબોટ ઘરની દેખરેખ રાખે છે. ફૂલ HD કેમેરા વિથ નાઈટ અને 4WD મેકનમ ઓમનીડાયરેક્શન વ્હીલ્સની સાથે કેમેરા ઘરની ચારેય તરફ ફરે છે અને જણાવે છે કે તે આ સમયે શું જોવે છે. તેને એલેક્સા અને ગૂગલ વોઈસ અસિસ્ટન્ટથી પણ કંટ્રોલ કરી શકાય છે. તે ઉપરાંત યુઝર પોતાના અનુસાર કામ કરાવવા માટે તેને કસ્ટમાઈઝ પણ કરી શકે છે. આ રોબોટ સંપૂર્ણ રીતે વોટર રેઝિસ્ટન્ટ છે, જેના કારણે તેનો ઉપયોગ ઘરની બહાર પણ દેખરેખ માટે કરી શકાય છે.

ક્યારથી મળશે?

અત્યારે પુષ્ટિ નથી થઈ.

ક્યાં ક્યાં મળશે?

અત્યારે પુષ્ટિ નથી.

કેટલામાં મળશે?

લગભગ 13 હજાર રૂપિયા.

3. પ્રોડક્ટ નોર્ડિક ટ્રેક વોલ્ટ પ્રીમિયર હોમ જિમ

કામ…

તે જિમ બેસ્ડ પ્રોડક્ટ છે, જે AI ટેક્નિકથી સજ્જ છે. તેથી ઘરે કોઈપણ ટ્રેનર વિના યોગ્ય અને સચોટ વર્કઆઉટ શીખી શકાય છે. તે સાથે એક 60 ઈંચનો મિરર પણ મળે છે, જેમાં યુઝર પોતાનું વર્કઆઉટ ફોર્મ, મૂવમેન્ટ, અને પોશ્ચર જોઈ શકશે. ખોટી મૂવમેન્ટ થવા પર મિરર વિઝ્યુઅલ ફીડ બેક આપશે અને યુઝર મિરરમાં દેખાઈ રહેલા વર્ચ્યુઅલ ટ્રેનર પાસેથી એક્સર્સાઈઝની યોગ્ય રીત શીખી શકશે. તેમાં ડંબલ સહિત અન્ય પ્રોડક્ટ રાખવા માટે બિલ્ટ-ઈન સ્ટોરેજ પણ મળે છે. તેમાં 32 ઈંચની સ્માર્ટ HD ટચસ્ક્રીન પણ છે જેમાં વર્કઆઉટ લાયબ્રેરી એક્સેસ કરી શકાય છે.

ક્યારથી મળશે?

ઓફિશિયલ સાઈટ પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ.

ક્યાં ક્યાં મળશે?

અત્યારે માત્ર અમેરિકામાં.

કેટલામાં મળશે?

લગભગ 1 લાખ 45 હજાર રૂપિયામાં