વર્લ્ડ ચેમ્પિયનશિપ : મેરીકોમ વર્લ્ડ રેકોર્ડથી એક જીત દૂર, થાઈલેન્ડની જિતપોન્ગને 5-0થી હરાવી

0
7

સ્પોર્ટ્સ ડેસ્ક: 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન બોક્સર એમસી મેરીકોમ 51 કિ.ગ્રા. વેટ કેટેગરીની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. મેરીકોમે વર્લ્ડ ચેમ્પિયનશિપની પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં થાઈલેન્ડની જુતામાસ જિતપોન્ગને 5-0થી હરાવી હતી. મેરીકોમ વધુ અનુભવના કારણે જીત મેળવવામાં સફળ રહી. મેરીકોમ ક્વાર્ટર ફાઈનલમાં કોલમ્બિયાની ઈનગ્રિટ વેલેન્સિયા સામે રમશે. મેરીકોમ જો આગામી રાઉન્ડમાં જીત મેળવે તો તે વધુ એક મેડલ નિશ્ચિત કરી લેશે. આ મેરીકોમનો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠમો મેડલ હશે. આજ સુધી પુરુષ કે મહિલા કેટેગરીમાં કોઈપણ ખેલાડી 8 મેડલ જીતી શક્યું નથી. જ્યારે 75 કિ.ગ્રા.માં પૂર્વ સિલ્વર મેડલિસ્ટ સ્વિટી બુરા હારીને બહાર થઈ.

સેવોન અને મેરીકોમના સૌથી ‌વધુ 7-7 મેડલ
પુરુષ કેટેગરીમાં ક્યૂબાના ફેલિક્સ સેવાને 6 ગોલ્ડ અને 1 સિલ્વર સાથે 7 તો મહિલા કેટેગરીમાં મેરીકોમે 6 ગોલ્ડ અને 1 સિલ્વર સાથે 7 મેડલ જીત્યા છે. આ ઓવરઓલ રેકોર્ડ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here