ઘરેલું હિંસાના કેસ દરમિયાન મહિલાને પતિના ઘરની બહાર કાઢી ન મૂકી શકાય : હાઈકોર્ટ

0
23

નવી દિલ્હી,તા. 28 :
જો કોઇ મહિલા સાસરિયા સામે ઘરેલુ હિંસાનો કેસ લડી રહી હોય તો સાસરિયા વાળા તેને ઘરમાંથી બહાર ન કાઢી મૂકી શકે, પછી ભલે મહિલાનો ઘરમાં માલિકી ન હોય, કેસ દરમિયાન મહિલાને ઘરની બહાર કાઢી ન શકાય. આવો ફેસલો દિલ્હી હાઇકોર્ટે સુનાવણી દરમિયાન આપ્યો હતો.

જસ્ટિસ રેખા પલ્લીની બેન્ચે 18મી ડિસેમ્બરે ઘરેલુ હિંસાનો શિકાર 6 મહિલાઓની અપીલ પર સુનાવણી કરી મંજૂરી આપતા આ વાત જણાવી હતી.

આ મહિલાઓએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત તે ઘરમાં રહી શકે છે પરંતુ તેમ છતાં પણ ટ્રાયલ કોર્ટે તેમને ઘરની બહાર કરવાનો ફેંસલો કર્યો હતો. જેની સામે મહિલાઓએ હાઈકોર્ટમાં ધા નાખી હતી. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટનાં ફેંસલાને રદ કરીને જણાવ્યું હતું કે આવા કોઇપણ કેસને ઘરેલુ હિંસા અધિનિયમની જોગવાઈઓ અંતર્ગત જ ઉકેલવા જોઇએ. જ્યાં સુધી મહિલા વૈવાહિક સંબંધમાં છે, ત્યાં સુધી સિવિલ કોર્ટ તરફથી તેને ઘરની બહાર કરવાનો આદેશ નથી આપી શકાતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here