ગઢડા જૂના સ્વામિ.મંદિરના બે સંતો અને સતદેવીદાસ આશ્રમના સાધુ સામે બોટાદની મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

0
0
  • મહિલાનો મજૂરી કામના બહાને નારણગઢ ખાતે લઇ જઇ દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ
  • ત્રણેય સાધુએ 7 વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ મહિલાએ કર્યો છે
  • દામનગર પોલીસે ત્રણેય સાધુની ધરપકડ કરી નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી

દામનગર. બોટાદની મહિલાએ ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરના બે સંતો અને લાઠીના નારાયણનગર ગામના સતદેવીદાસ આશ્રમના સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલા આ ત્રણેય સાધુ સામે દામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બોટાદની મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરના જગદીશ ભગત અને ભાવેશ ભગત તથા સતદેવીદાસ આશ્રમના રઘુરામ ભગત મજૂરી કામના બહાને નારાયણનગર ગામ બોલાવતા હતા અને દુષ્કર્મ આચરતા હતા.

દોઢ વર્ષથી દુષ્કર્મ આચરાતું હતું

મહિલાએ ત્રણેય સાધુઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે તે બનાવ દોઢ વર્ષ પહેલા નારાયણનગરમાં બન્યો હતો. પરંતુ આજ સુધી મહિલાએ આ ત્રણેય વિરૂદ્ધ કોઇ ફરિયાદ નોંધાવી નહોતી. હવે મહિલાએ હિમંત દાખવી ત્રણેય સાધુ વિરૂદ્ધ દામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે ત્રણેય સાધુની ધરપકડ કરી લીધી અને નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે. 7 વખત દુષ્કર્મ આચાર્યું હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે.

મહિલાને મજૂરી કામ માટે સતદેવીદાસ આશ્રમમાં બોલાવવામાં આવતી હતી

પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા દોઢેક વર્ષથી બોટાદ ગામની મહિલાને નારાયણનગર ગામે સતદેવીદાસના આશ્રમમા મજૂરી કામે બોલાવી રૂમમા ગેરકાયદેસર રાખી મહિલા પર ચોરીના ગુનામાં પકડાવી દેવાની ધમકી આપી અવારનવાર બોલાવવામાં આવતી હતી. સતદેવીદાસ આશ્રમના સાધુ તથા સ્વામિનારાયણ મંદિર ગઢડાના બે સ્વામી ભગત અવારનવાર દુષ્કર્મ આચરતા હતા.  નારાયણનગર ગામે બોલાવી રૂમમા રાખી મહિલાની મરજી વિરુદ્ધ કોઇને કહેશે તો ચોરીના ગુનામાં પકડાવી દેવાની ધમકી આપી ત્રણેય આરોપીઓએ વારંવાર અલગ અલગ દિવસોમા બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. આ ગુનામાં ત્રણેય એકબીજાને મદદ કરતા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here