દહેગામ : પનાનામુવાડા ગામની મહિલાને ઝેરી સાપ કરડતાં તેનું મોત : સાંજે ડેડબોડી લાવતા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોનું PM કરવા માટે ઇન્કાર.

0
41

 

દહેગામ તાલુકાના પનાનામુવાડાના બે સંતાનની માતાની સાપ કરડતા તેનું મોત.
દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ડોક્ટરો સાંજે ડેડબોડી આવે છે તેમનું પીએમ સવારે કરે છે.
સાંજે ડેડબોડી લાવનાર નું પીએમ ના થતા તેમના પરિવારો ભારે હેરાન પરેશાન.

 

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પનાના મુવાડા ગામે રહેતા કાળીબેન ગેમાજી ઝાલાની સંતાન માં બે પુત્રો છે. આ મહિલા ગઈકાલે સાંજે ભેંસો ને ઘાસચારો નાખવા ગયા હતા. ત્યારે અચાનક એક ઝેરી સાપ કરડી ગયો હતો. સાપ કરડી જતાં તેમનો પરિવાર આ મહિલાને સારવાર અર્થે દહેગામ સરકારી દવાખાને લઈ આવતા રસ્તામાં જ તેમનું મોત થવા પામ્યું હતું. લાશ ને પીએમ માટે સરકારી દવાખાને લાવવામાં આવી હતી. પરંતુ સ્થાનિક ડોક્ટર પીએમ કરવાનું ના પાડી દેતા સવારે લાશને ફરી લાવવી પડી હતી.

બાઈટ

 

સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના ડોક્ટરો સાંજના સમયે કોઈ પણ ડેડબોડી લાવે છે તેમને પીએમ કરવા માટે તૈયાર હોતા નથી. તેથી તેમના પરિવારોને આખી રાત દવાખાને હેરાન થવું પડતું હોય છે. આવા બનાવો આ સરકારી દવાખાનામાં દિનપ્રતિદિન વધી રહ્યા છે. તો જિલ્લા વિકાસ અધિકારી કલેકટર અને જિલ્લાના અધિકારીઓ આ બાબતે તપાસ કરીને તાલુકાના અરજદારોની જે સમસ્યા દવાખાનાની છે તેની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી દહેગામ તાલુકાની જનતાની ઉગ્ર રજૂઆત થવા પામી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here