બેંગલુરુથી જયપુર આવતી ઈન્ડિયા ફ્લાઈટમાં એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો

0
3

બેંગલુરુથી જયપુર આવતી ઈન્ડિયા ફ્લાઈટમાં બુધવારે સવારે એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો છે. ફ્લાઈટમાં હાજર એક મહિલાએ ઈન્ડિગોના ક્રૂ-મેમ્બર્સની મદદથી મહિલાની સફળ ડિલિવરી કરાવી હતી. હાલ મહિલા અને બાળકની સ્થિતિ સુરક્ષિત અને સ્થિર છે.

સવારે 8 વાગે જયપુર પહોંચવાનું હતું વિમાન

એરલાઈન્સના જણાવ્યા પ્રમાણે, ઈન્ડિગોની ફ્લાઈટ નંબર 6E-469એ સવારે 5.45 વાગે બેંગલુરુથી ઉડાન ભરી હતી. એ 8 વાગે જયપુર પહોંચવાનું હતું. સીટ નંબર 2A પર બેઠેલી લલિતા નામની મહિલાને અચાનક ફ્લાઈટમાં લેબરપેઈન શરૂ થયું હતું. વિમાનના ક્રૂ-મેમ્બર્સે ડોક્ટર માટે અનાઉન્સ કર્યું હતું. સદનસીબે ફ્લાઈટમાં સીટ નંબર 10C પર મહિલા ડોક્ટર સુહાના નઝીર પણ મુસાફરી કરતી હતી.

ડૉ. નઝીરે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તરત કમાન સંભાળી લીધી હતી. આ દરમિયાન ક્રૂ-મેમ્બર્સે પણ જયપુર ઓથોરિટીને એની માહિતી આપી હતી. એરપોર્ટ પ્રશાસને ડોક્ટર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી રાખી હતી. ત્યાર પછી મહિલા અને બાળકીને હોસ્પિટલ મોકલવામાં આવ્યાં છે.

એરલાઈન્સે ડોક્ટરને આપ્યું થેંક્યુ કાર્ડ

મહિલાની ડિલિવરી કરાવનાર ડોક્ટર નઝીરનું એરલાઈન્સ દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. એરલાઈન્સ તરફથી ડોક્ટર નઝીરને થેંક્યું કાર્ડ પણ આપવામાં આવ્યું છે. એ સાથે જ મહિલા અને નવજાત બાળકીની પણ ડોક્ટર સાથેની તસવીર શેર કરવામાં આવી છે. ફ્લાઈટમાં હાજર પેસેન્જર્સે પણ સફળ ડિલિવરીની ખુશી વ્યક્ત કરી અને ડોક્ટરનો આભાર માન્યો. બાળકીના જન્મ પછી ફ્લાઈટમાં ઉજવણીનો માહોલ થઈ ગયો હતો. દરેકના ચહેરા પર આવેલો તણાવ અચાનક ખુશીમાં ફેરવાઈ ગયો હતો.

એરલાઈન્સ કંપનીએ ડોક્ટરનો આભાર માન્યો.

એરલાઈન્સ કંપનીએ ડોક્ટરનો આભાર માન્યો.

ઓક્ટોબરમાં એક બાળકે ફ્લાઈટમાં લીધો હતો જન્મ

આ પહેલાં ઓક્ટોબરમાં પણ ઈન્ડિગો એરલાઈન્સની એક ફ્લાઈટમાં એક બાળકે જન્મ લીધો હોવાની વાત સામે આવી હતી. આ દરમિયાન ફ્લાઈટ દિલ્હીથી બેંગલુરુ જતી હતી. 8 વર્ષ પહેલાં પણ જયપુરની એક ફ્લાઈટમાં બાળકનો જન્મ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here