Saturday, June 3, 2023
Homeગુજરાતસુરતના વેડ - વરિયાવ બ્રિજ પરથી મહિલાએ મોતની છલાંગ લગાવી

સુરતના વેડ – વરિયાવ બ્રિજ પરથી મહિલાએ મોતની છલાંગ લગાવી

- Advertisement -

સુરતમાં અઠવાડિયા પહેલા ઓપનિંગ કરાયેલા વેડ – વરિયાવ બ્રિજ પરથી એક મહિલાએ મોતની છલાંગ લગાવી હતી. ડભોલી પંચશીલ રેસીડેન્સી ખાતે રહેતા બળવંતભાઈ લાઠીયા સિંગણપોર ચાર રસ્તા પાસે રેડીમેડ ગારમેન્ટની દુકાન ચલાવે છે. તેમની પત્ની અંજલી મોપેડ લઈ ડભોલી વરીયાવ બ્રિજ પર પહોંચી હતી અને મોપેડ સાઈડમાં પાર્ક કરી બ્રિજ પર લગાવેલી જાળીની વચ્ચે ખાલી પડેલી જગ્યામાંથી તાપીમાં પડતું મુકી દીધું હતું. આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તાપીના ઊંડા પાણીમાં તેની શોધખોળ હાથ ધરી હતી. આ શોધખોળ દરમિયાન અંજલીબેન મળી આવતા તેમને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ બનાવની જાણ થતા સિંગણપોર પોલીસ તુરંત હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પતિ અને ભાઈ દ્વારકા દર્શન કરવા માટે જવાના હતા. અંજલીબેનને પણ દ્વારકા દર્શન કરવા માટે જવું હતું પરંતુ, ફક્ત પુરૂષો જતા હોવાથી બળવંતભાઈએ અંજલીબેનને ના પાડી હતી અને તેમની માતાને બોલાવી તેમની સાથે પિયર જવા માટે કહ્યું હતું. અંજલીબેનને માઠુ લાગી આવ્યું હતું. અંજલીબેન માતા સાથે પિયર ગયા બાદ ત્યાંથી મોપેડ લઈ નીકળ્યા હતા અને આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું પોલીસની પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે. અંજલીબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular