Sunday, February 5, 2023
Homeઅમદાવાદનકલી પાસપોર્ટ પર ઓસ્ટ્રેલિયામાં વસેલી મહિલા અમદાવાદથી ઝડપાઈ

નકલી પાસપોર્ટ પર ઓસ્ટ્રેલિયામાં વસેલી મહિલા અમદાવાદથી ઝડપાઈ

- Advertisement -

નકલી પાસપોર્ટ પર ઓસ્ટ્રેલિયા જઈ પાછી આવેલી મહિલા અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડાઈ હતી. આરોપી મહિલા મુંબઈની કોઈ અન્ય મહિલાના પાસપોર્ટ ઉપર પોતાનો ફોટો ચોંટાડી ઓસ્ટ્રેલીયા ગઈ હતી. અને ત્યાં 5 વર્ષ રહ્યા બાદ કોઈ કામ બાબતે ભારત પરત આવી હતી. તે દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર મહિલાનો આધાર કાર્ડના આધારે પર્દાફાશ થયો હતો. હાલ ક્રાઇમ એસ.ઓ.જીએ ભરતી જયેશ પટેલ નામની મહિલાનું નકલી પાસપોર્ટ બનાવી વિદેશ જવાના ગુનામાં ધરપકડ કરી છે. આ મહિલા મૂળ મહેસાણા ગામના સાંથલના રહેવાસી છે.

આજથી પાંચ વર્ષ પહેલાં મહિલા અને તેનો પતિ મુંબઈના એક એજન્ટ મારફતથી મહિલા 35 લાખ રૂપિયામાં નકલી પાસપોર્ટના આધારે ઓસ્ટ્રેલિયા ગયા હતા. પાંચ વર્ષ બાદ આરોપી મહિલા અમદાવાદ આવી હતી. જ્યાં અમદાવાદ ઇન્ટનેશનલ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી આવેલી ફ્લાઈટમાં મહિલા શંકાસ્પદ જણાતા એરપોર્ટ અધિકારીઓએ તેના પાસપોર્ટની હિસ્ટ્રી ચેક કરી હતી. જેમાં પેસેન્જર મહિલાનું નામ રૂહી મુસફર રાજપકર લખાયું હતું અને પાસપોર્ટમાં મુંબઈનું એડ્રેસ લખ્યું હતું. જ્યારે મહિલાનું આધારકાર્ડ ચેક કરાયું ત્યારે તેમાં મહિલાનું ભારતી પટેલ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ પુછપરછ કરતા મહિલા આરોપીએ કબુલ્યું હતું કે તે નકલી પાસપોર્ટના આધારે ઓસ્ટ્રેલિયા ગઈ હતી.

પકડાયેલ મહિલા ભારતી પટેલની પુછપરછ કરતા સામે આવ્યું હતું કે મહિલાનો પતિ જયેશ પટેલ હાલ ઓસ્ટ્રેલિયામાં છે. દંપતીને બે બાળકો છે જે પોતાના વતન મહેસાણામાં રહે છે. પરતું પટેલ દંપતી છેલ્લા પાંચ વર્ષથી ઓસ્ટ્રેલિયા રહેતા હોવાથી બાળકોને મળી શક્યા ન હતા આથી મહિલા ખાસ અમદાવાદ વતનમાં બાળકોને મળવા આવી હતી. જે દરમિયાન મહિલાના નકલી પાસપોર્ટનો ભાંડો ફૂટી ગયો હતો. હાલ આ કેસમાં તપાસ અધિકારીઓએ 5 વર્ષ અગાઉના રેકોર્ડસ શોધવાની તજવીજ હાથ ધરી છે. ઉપરાંત 5 વર્ષ અગાઉ એરપોર્ટ ઓથોરીટી દ્વારા દાખવવામાં આવેલી ગંભીર બેદરકારી અંગે પણ તપાસ શરુ કરી હતી. મહિલા અને તેના પતિને નકલી પાસપોર્ટ બનાવી આપનાર એજન્ટની પણ પોલીસે તપાસ શરુ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular