Wednesday, September 28, 2022
Homeગુજરાતલીમખેડાના દાભડામાં ટ્રેક્ટર ચાલકે મહિલાને અડફેટે લેતા મોત

લીમખેડાના દાભડામાં ટ્રેક્ટર ચાલકે મહિલાને અડફેટે લેતા મોત

- Advertisement -

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાભડા ગામે ટ્રેક્ટરની અડફેટે એક મહિલા આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું સારવાર દરમિયાન મોત થયુ હતું.

લીમખેડા તાલુકાના દાભડા ગામેથી એક ટ્રેક્ટરના ચાલકે પોતાનું ટ્રેક્ટર પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જઈ રહ્યો હતો. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા દાભડા ગામે ભુરીયા ફળિયામાં રહેતાં કાંગલીબેનને ટ્રેક્ટરના ચાલકે અડફેટમાં લીધા હતા. જેથી અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં કાંગલીબેનને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં .જ્યાં સારવાર દરમિયાન કાંગલીબેનનું મોત થયું છે. આ સંબંધે દાભડા ગામે ભુરીયા ફળિયામાં રહેતાં સોમાભાઈ ધનાભાઈ મુણીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular