વડોદરા : યાકુતપુરાના આશિયાના બિલ્ડિંગમાં ધોળે દિવસે મહિલા પર ધડાધડ ફાયરિંગ, ગોળી વાગતા મહિલા ગંભીર

0
7

વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી સોડા ફેક્ટરી પાછળ આશિયાના બિલ્ડિંગમાં આજે બપોરે દોઢ વાગ્યાની આસપાસ 2 હુમલાખોરોએ મહિલા પર ફાયરિંગ થતાં દોડધામ મચી ગઇ હતી. આ ફાયરિંગમાં મકાન માલિક નઇમ શેખની પત્ની અમીના શેખ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ છે. જેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ફાયરિંગની ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને CCTVની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.

2 હુમલાખોર અચાનક ઘરમાં ઘૂસ્યા અને ફાયરિંગ શરૂ કરી દીધુ

વડોદરા શહેરના યાકુતપુરા વિસ્તારમાં આવેલી સોડા ફેક્ટરી પાછળ આશિયાના બિલ્ડિંગમાં રહેતા મહોમ્મદ નઇમ અબ્દુલ રહેમાન શેખ પરિવાર સાથે રહે છે. તેમની આ મિલકત માટે કૌટુંબિક ઝઘડા ચાલતા હતા. આજે બપોરે 1 વાગ્યાની આસપાસ એક્ટિવા ઉપર 2 અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા અને ઘરમાં ઘૂસી જઇને આડેધડ ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતા.

અમીના શેખને ગોળી વાગતા ઘરમાં લોહીના ડાધ જોવા મળ્યા
(અમીના શેખને ગોળી વાગતા ઘરમાં લોહીના ડાધ જોવા મળ્યા)

 

નઇમની પત્ની અમીના શેખને ઇજા થતાં તેમને સયાજી હોસ્પિટલમાં ખસેડાઇ ફાયરિંગ નઇમની પત્ની અમીના શેખને ઇજા થતાં તેમને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. નઇમ શેખે જણાવ્યું હતું કે, મારા ભાઇ મોઇને તેના માણસો દ્વારા ફાયરિંગ કરાવ્યું છે.

ઘરની બહારના CCTVમાં હુમલોખોરો કેદ થઇ ગયા
(ઘરની બહારના CCTVમાં હુમલોખોરો કેદ થઇ ગયા)

 

પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા

આ ઘટનાને પગલે પોલીસ કમિશનર આર.બી. બહ્મભટ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ફાયરિંગ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો
(ફાયરિંગ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો)

 

ઘરની બહાર જાહેર ચેતવણી લખીને નોટિસ ચોંટાડી છે

ઘરની બહાર જાહેર ચેતવણી લખીને નોટિસ ઉલ્લેખનિય છે કે, નઇમ શેખે તેના ઘર પર જાહેર ચેતવણી લખીને નોટિસ ચોટાડેલી છે. જેમાં લખ્યું છે કે, આ મકાનના માલિક તથા કબજેદાર ભોગવટો કરનાર મોહમ્મદ નઇમ અબ્દુલ રહેમાન શેખ છે. તે આ મિલકત મકાનમાં કોઇપણ બીજી વ્યક્તિએ ગેરકાયદેસર પ્રવેશ કરવો કે કરાવવો નહીં, તેમ થશે તો કાયદેસરના ફોજદારી પગલા લેવામાં આવશે. તેની નોંધ લેવી.

મકાનની બહાર લગાવેલી જાહેર ચેતવણી
(મકાનની બહાર લગાવેલી જાહેર ચેતવણી)

 

યાકુતપુરા વિસ્તારમાં લોકોના ટોળેટોળે ઉમટી પડ્યા

આ બનાવને પગલે યાકુતપુરા વિસ્તારમાં લોકોના ટોળેટોળે ઉમટી પડ્યા છે. પોલીસે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમ હુમલોખોરો પકડવા માટે કામે લાગી ગઇ છે અને ઘરના CCTVની મદદથી પોલીસે તપાસ શરૂ કરી છે.

ફાયરિંગને પગલે આશિયાના બિલ્ડિંગ બહાર લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા
(ફાયરિંગને પગલે આશિયાના બિલ્ડિંગ બહાર લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા)
ઘરની બહાર લગાવેલા CCTV
(ઘરની બહાર લગાવેલા CCTV)
આશિયાના બિલ્ડિંગ
(આશિયાના બિલ્ડિંગ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here