Tuesday, October 26, 2021
Homeસુરત : ડોક્ટર પાસે સારવાર કરાવવા આવતી મહિલાએ ડોલર વટાવવાના નામે બે...
Array

સુરત : ડોક્ટર પાસે સારવાર કરાવવા આવતી મહિલાએ ડોલર વટાવવાના નામે બે લાખ લઈ છાપાની પસ્તી પધરાવી

સચિન જીઆઈડીસીમાં નર્સિંગ હોમ ચલાવતા તબીબ દંપતી સાથે દર્દીએ ડોલર વટાવી આપવાના નામે છેતરપિંડી કરી છે. નર્સિંગ હોમમાં સારવાર માટે આવતી મહિલાએ તબીબને ડોલર વટાવી આપવા આપ્યા બાદ વધુ ડોલર હોવાનું કહ્યું હતું. ડોક્ટર દંપતીએ ડોલર વટાવી આપ્યા બાદ આરોપીએ વિશ્વાસમાં લઈ બે લાખ રૂપિયાના ડોલર આપવા હોડી બંગ્લા ત્રણ રસ્તા પર બોલાવ્યા હતાં. જ્યાં ડોક્ટરને થેલીમાં છાપાની પસ્તી આપી દઈને બે લાખ રૂપિયા લઈ નાસી જઈ છેતરપિંડી કરી હતી. હાલ સમગ્ર મામલે લાલગેટ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

શરૂઆતમાં થોડા ડોલર આપી વિશ્વાસ પેદા કર્યો

સચિન જીઆઈડીસી નાકા, આશિષ હોટલની પાછળ આવેલી બાપા સિતારામ સોસાયટીમાં રહેતા ડો. મનીકા કડાકીયા અને નિશિદ કડાકીયા નર્સિંગ હોમ ચલાવે છે. જ્યાં રેશ્મા નામની આરોપી સારવાર કરાવવા આવતી હતી. રેશ્માએ સારવાર દરમિયાન ડોક્ટરને કહ્યું કે મારી પાસે ડોલર છે. જે મને વટાવી આપશો. જેથી ડોક્ટરે પોતાના પતિને ડોલર વટાવી આપવા વાત કરી હતી. ડોક્ટરે રેશ્માને હા પાડતા રેશ્મા ડોલર આપી ગઈ હતી. જે ડોક્ટરના પતિએ ડોલર વટાવી આપ્યા હતાં.

રેશ્માના ભાઈએ ડોલર બતાવી વટાવવા કહેલું

ડોક્ટર અને તેના પતિને રેશ્મા પર વિશ્વાસ બેઠો હતો. બાદમાં રેશ્માએ કહ્યું કે, મારા ભાઈ પાસે પણ ઘણા બધા ડોલર છે. રેશ્માના ભાઈએ ત્રણ ચાર ડોલર બતાવ્યા હતા અને બાકીના ડોલર થેલીમાં રાખ્યા હોવાનું કહ્યું હતું. બાદમાં ડોક્ટરના પતિએ રેશ્મા અને તેના ભાઈને કહ્યું હતું કે, મારી સાથે આવજો આપણે ડોલર વટાવી આવીશું. બાદમાં રેશ્મા અને તેના ભાઈએ ડોક્ટર દંપતીને બે લાખ લઈને હોડી બંગ્લા ત્રણ રસ્તા પાસે બોલાવ્યા હતાં. જ્યાં રેશમાના ભાઈએ બે લાખ રૂપિયા ડોક્ટર દંપતી પાસેથી લીધા અને રેશ્માએ ડોલર ભરેલી થેલી આપી દઈને જતા રહ્યાં હતાં. ડોક્ટરે થેલો ખોલતા તેમાંથી ન્યૂઝ પેપરની થપ્પીઓ રૂમાલમાં વિંટાળેલી દેખાઈ હતી. જેથી બન્ને આરોપીઓએ છેતરપિંડી કરી હોવાની જાણ થતાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments