ફિરોઝાબાદના નારખી વિસ્તારના ગોંછ કા ગામના પ્રદીપને ઝેરી સાપે ડંખ માર્યો હતો. પત્ની સુમનને જેવી જાણ થઈ કે તેણે તરત દોડતા આવી, ફિલ્મી સ્ટાઈલમાં જરાં પણ વિચાર્યા વિના પતિને જે જગ્યાએ સાપે ડંખ માર્યો હતો, ત્યાં ચૂસવા લાગી. ત્યાર બાદ જે થયું તે જાણી સૌની આંખો ફાટી રહી.
ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદના નારખી વિસ્તારમાં એક ઝેરી સાપે યુવકને ડંખ માર્યો હતો. તેની જાણકારી તેની પત્નીને મળતા, ફિલ્મી સ્ટાઈલમાં આવીને પતિનું ઝેર કાઢવા લાગી. પત્નીના મોંમાં ઝેર જતાં તેની પણ હાલત ખરાબ થઈ ગઈ. તાત્કાલિક તે બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. આખો કિસ્સો નારખી વિસ્તારના ગામ ગોંછ કા બાગનો છે. અહીં રહેતા પ્રદીપ ઘરની બહાર કંઈક કામ કરી રહ્યો હતો. ત્યારે ત્યાં એક ઝેરી સાપે તેને ડંખ માર્યો. પ્રદીપે ચીસો પાડી તો પત્ની સુમન દોડતી આવી ગઈ.
જ્યારે તેને જાણ થઈ કે પતિને ઝેરી સાપે ડંખ માર્યો છે તો તેણે કંઈ પણ વિચાર્યા વિના જે જગ્યાએ સાપે ડંખ માર્યો હતો, ફિલ્મી સ્ટાઈલમાં તે જગ્યા પર મોં લગાવીને ઝેર કાઢવાનું શરૂ કરવા લાગી. ઝેર કાઢતી વખતે ઝેર મહિલાને શરીરમાં જતું રહ્યું, જેના કારણે તેની પણ તબિયત ખરાબ થઈ ગઈ.
જાણકારી મળતા પરિવારમાં હાહાકાર મચી ગયો. પરિવાર તાત્કાલિક તેમને લઈને જિલ્લા હોસ્પિટલે પહોંચ્યા, જ્યાં બંનેની સારવાર ચાલી રહી છે. પરિવારે જણાવ્યું કે, સાપના ડંખના કારણે પત્નીએ ઝેર ચૂસવાનો પ્રયાસ કર્યો, તેણે ફિલ્મોમાં જોયું હતું કે કેવી રીતે મોં લગાવીને ઝેર ચૂસીને તેને કાઢી શકાય છે, આવી જ રીતે કોશિશ કરતા તેની પણ હાલત ખરાબ થઈ ગઈ.
જ્યારે સાપની વાત આવે છે, ત્યારે કિંગ કોબ્રા વિશ્વનો સૌથી મોટો ઝેરી સાપ માનવામાં આવે છે. સામાન્ય રીતે આ સાપ 13 ફૂટ સુધી લાંબો હોય છે. કોબ્રાનું વૈજ્ઞાનિક નામ ઓફીઓફેગસ છે અને તેની ખાસિયત એ છે કે કોબ્રા અન્ય સાપને પણ ખાઈ શકે છે. આ ખતરનાક સાપ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો છે પરંતુ તેમાંથી એક એ છે કે કોબ્રા ઝેરી હોવા છતાં, આ સાપને એક પ્રાણીથી ડર લાગે છે.
સર્પદંશથી પીડિત પ્રદીપના ભાઈએ જણાવ્યું કે, મારા ભાઈને સાપે ડંખ માર્યો હતો. વહુએ મોંથી ઝેર ચૂસવાની કોશિશ કરી તો તેની પણ હાલત ખરાબ થઈ ગઈ. બંનેની હાલમાં સારવાર ચાલી રહી છે. ડોક્ટરની દેખરેખમાં છે અને બંને બેભાન અવસ્થામાં છે.