અમદાવાદ : પરિવારના મોતના આઘાતમાં રહેતી મહિલાએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

0
0

અમદાવાદના વટવા હાથીજણ સર્કલ ખાતે આવેલી પ્રયોસા રેસિડન્સીમાં થોડાક દિવસ પહેલા એક જ પરિવારના છ લોકોએ સામૂહિક આપઘાત કરી લીધો હતો. ત્યારે આ કરુંણાતિકામાં વધુ એક મહિલાએ આપઘાત કર્યો છે. મોતને વહાલુ કરનાર જ્યોત્સનાબેને સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો છે.

સુસાઇડમાં મૃતક જ્યોત્સનાબેન લખ્યું હતું કે, “મારું જીવન મારા બાળકો હતાં. આજે મારા છોકરા એટલે મારું જીવન નથી, એટલે મારે જીવવાનો કોઈ મતલબ નથી.” આ અંતિમ શબ્દો જ્યોત્સનાબેન પટેલના છે. જણાવી દઇએ, બે મહિના પહેલા તેમના પર જાણે કે આભ તૂટી પડ્યું હોય તેવી ઘટના બની હતી. જ્યોત્સનાબેનના પતિ, દીયર અને ચાર બાળકોનાં એક સાથે મૃતદેહ મળી આવ્યા હતા. બે પરિવારના સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે પરિવારના મોતના આઘાતમાં રહેતી જ્યોત્સનાબેનએ પણ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.

આ અંગે વટવા GIDC પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી હાલમાં વધુ તપાસ શરૂ કરી છે. જ્યોત્સનાબેનને તેમના બાળકોની યાદ સતત તડપાવતી હતી. બાળકો અને પતિ વગર જીવવું અશક્ય બનતા અંતે તેમણે હાથીજણ સ્થિત મકાનમાં ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવી લીધુ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here