- Advertisement -
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ગમીજ ગામે આજે સવારે ગમીજ ગામના રહીશ મોનાબેન મંગાભાઈ ઠાકોર એક ખેતરમાં ત્રણ વ્યક્તિઓ નીંદણ કરતા હતા એવા સમયે અચાનક વીજળી પડતા બે વ્યક્તિઓ ઉગમણી બાજુ દોડ્યા અને આ મહિલા ખેતરમાં નીકળતી મોટી state line ની નીચે એક ઝાડ નીચે બેસી જતા વીજળી તેમના ઉપર પડતા ઘટના સ્થળે તેમનું મોત થવા પામ્યું હતું. આ બનાવ બનતા સ્થાનિક રહીશ દિનેશભાઈ પટેલ ઘટનાસ્થળે પહોંચી જઈ ને આ મહિલાને ગામમાં લઇ આવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગામની ભાગોળે મોટી સંખ્યામાં લોકો ની ભારે ભીડ જામી રહી છે.
રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર.