Wednesday, May 1, 2024
Homeગાંધીનગર GUJARAT: બસમાં બેસવા જતી મહિલાના સોનાના દોરા સાથેનું પાકીટ કપાયું

GUJARAT: બસમાં બેસવા જતી મહિલાના સોનાના દોરા સાથેનું પાકીટ કપાયું

- Advertisement -

ગાંધીનગર શહેરના એસટી ડેપોમાં અવરજવર કરતા મુસાફરો માટે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવતા તેનો ભોગ બનવું પડે છે.ગઠિયાઓ અવારનવાર સક્રિય થઇ જતા હોય છે અને મુસાફરને નિશાન બનાવીને રોકડરકમ તેમજ મોબાઈલ અને પાકીટની ચોરી કરીને પલાયન થઈ જતાં હોય છે. ત્યારે મુસાફરો સુરક્ષિત રીતે અવર-જવર કરી શકે તે માટે આયોજન હાથ ધરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

રાજ્યના પાટનગરમાં આવેલા એસટી ડેપોમાં રોજના અસંખ્ય મુસાફરો આવન-જાવન કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા સીસીટીવી મૂકવામાં આવ્યા છે પરંતુ શોભાના ગાંઠિયા સમાન બની ગયા હોય તે પ્રકારે અવાર નવાર મુસાફરોને ચોરી તસ્કરીનો સામનો કરવો પડે છે.સોમવારે બપોરના સમયે સુરેન્દ્રનગર તરફની બસમાં બેસવા જઈ રહેલા મહિલાને ભોગ બનવું પડયું છે.બસમાં બેસવા જતા મહિલા પાસેના પર્સમાં મૂકેલી દોઢ તોલાના સોનાનો દોરા સાથેનું પાકીટ  કપાયું હતું.જેથી અન્ય  મુસાફરોમાં પણ ભયનો માહોલ છવાયો છે.અગાઉ કીમતી મોબાઇલની ચોરી કરવામાં આવી હતી.સીસીટીવી  હોવા છતાં ગઠિયાઓ કળા કરીને ફરાર થઈ જાય છે. મુસાફરોની સુરક્ષા સામે પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારની બસોમાં મુસાફરી કરવા માટે આવતા મુસાફરોને હાલમાં અસુરક્ષિત  રીતે મુસાફરી કરવાની નોબત આવી છે.તંત્ર દ્વારા મુસાફરોની  સુરક્ષાને ધ્યાને રાખીને ડેપોમાં વેકેશન તેમજ રજાના દિવસો દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે તો મુસાફરો પણ સુરક્ષિત રીતે આવન-જાવન કરી શકે એમ છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular