વડોદરા પાસે પૂરપાટ ઝડપે જતી કારની અડફેટે બાઇક ચાલક યુવાનનું મોત,

0
0

વડોદરા શહેર નજીક આવેલા કામરોલ બસ સ્ટેન્ડ પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા કારચાલકે બાઇક સવારને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું આ અકસ્માતમાં બાઇક ચાલકે પહેલા હેલ્મેટના પણ ટુકડે ટુકડા થઇ ગયા હતા.

નોકરી પરથી ઘરે પરત ફરતી વખતે અકસ્માત થયો
વડોદરા શહેર નજીક આવેલા કોટંબી ગામની સીમમાં સ્નાઇડર કંપની આવેલી છે. આ કંપનીમાં 20 વર્ષીય રાહુલ મહેશભાઈ વસાવા છેલ્લા બે વર્ષથી હેલ્પર તરીકે નોકરી કરતો હતો. દરમિયાન રવિવારે સાંજે રાબેતા મુજબ નોકરી પરથી તે પોતાની બાઇક લઇને ઘરે પરત ફરી રહ્યો હતો, તે દરમિયાન કામરોલ બસ સ્ટેન્ડ નજીક કાર અને રાહુલની બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રાહુલના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

હેલ્મેટના ટુકડે ટુકડા થઇ ગયા
અકસ્મતમાં રાહુલે પહેલા હેલમેટના પણ ટુકડે ટુકડા થઇ ગયા હતા, જ્યારે કારચાલક અકસ્માત થતાં કારને ઘટના સ્થળે છોડી ફરાર થઇ ગયો હતો. મૃતકના પિતાની ફરીયાદના આધારે વાઘોડિયા પોલીસે કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here