Monday, October 2, 2023
Homeહળવદ : વિદ્યાર્થીનીઓની ના ફોટા પાડી કે વીડિયો બનાવી પજવણી કરતા એક...
Array

હળવદ : વિદ્યાર્થીનીઓની ના ફોટા પાડી કે વીડિયો બનાવી પજવણી કરતા એક યુવાન ને વાલીઓએ ઝડપી પોલીસ ના હવાલે કર્યો

- Advertisement -
હળવદ : હળવદના ઘનશ્યામ પુર રોડ પર આવેલ શૈક્ષણિક સ્કૂલ આસપાસ વિસ્તારમાં શિક્ષણ મેળવવા આવતી વિદ્યાર્થીનીઓનીના ફોટા પાડી કે વીડિયો બનાવીને લવર મુછીયા યુવાનો પજવણી કરતા હોવાની ફરિયાદના પગલે જાગૃત વાલીઓએ એક યુવાનને રંગેહાથે ઝડપીને પોલીસના હવાલે કર્યો હતો. બાદમાં અન્ય છ લવર મુછીયા યુવાનોને ઝડપી પોલીસે સીન વીખી નાખીને કાયદાનું ભાન કરાવ્યું હતું.
હળવદના ઘનશ્યામ પુર રોડ ઉપર આવેલા શૈક્ષણિક સંકુલમાં દરરોજ અનેક વિદ્યાર્થીનીઓ અભ્યાસ માટે અવર જવર કરે છે. શાળામાં જવાના કે છુંટવાના સમયે આ વિસ્તારમાં લવર મુછીયા યુવાનની ભારે રંજાડ રહે છે. સ્કૂલે જતી કે શાળાએથી છૂટીને ઘરે જતી વિધાર્થીનીઓના ફોટા પાડી કે ટિક ટોક માટે વીડિયો બનાવી આ લવર મુછીયા યુવાનો પજવણી કરતા હોવાની વિદ્યાર્થીનીઓએ તેમના વાલીઓને ફરિયાદ કરી હતી. આથી રોષે ભરાયેલા જાગૃત વાલીઓએ ગઈકાલે આ શૈક્ષણીક સંકુલ પાસેથી એક રોમિયોને ઝડપીને હળવદ પોલીસને સોંપી દીધો હતો. પોલીસે આ યુવાનની આગવી ઢબે પૂછપરછ કરતા તેની સાથે અન્ય છ યુવાનો પણ રોમિયોગીરી કરતા હોવાની કબૂલાત આપી હતી. આથી પોલીસે બાકીના છ યુવાનોને પકડીને સબક શીખવાડયો હતો. જોકે આ સાતેય યુવાનોની ઉંમર 18 થી 20 વર્ષ વચ્ચેની હોવાથી પોલીસે 151 હેઠળ કાર્યવાહી કરીને કડક સૂચના આપી હતી.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular