Saturday, June 3, 2023
Homeગુજરાતજામનગરના ગુલાબનગર પાસે આવેલા આવાસના ચોથા માળેથી પટકાતા યુવકનું મોત

જામનગરના ગુલાબનગર પાસે આવેલા આવાસના ચોથા માળેથી પટકાતા યુવકનું મોત

- Advertisement -

જામનગરમાં ગુલાબનગર પાસે નારાયણ નજીક આવેલા આવાસના બ્લોકમાં રહેતા એક યુવાનનું કોઈ અગમ્ય કારણોસર ચોથા માળેથી નીચે પટકાઈ પડવાથી કરુણ મૃત્યુ થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ બનાવની મળતી માહિતી એવી છે કે જામનગરમાં ગુલાબ નગર નજીક નારાયણ નગર પાસે આવેલા આવાસના બ્લોક નંબર 103 માં રહેતો ચંદ્રેશ લાલજીભાઈ ઇડરીયા નામનો પ્રજાપતિ યુવાન કે જે ગઈકાલે મોડી રાત્રે પોતાના ચોથા માળની અગાસી પરથી પટકાઈ પડ્યો હતો અને ગંભીર ઈજા થવાથી તેનુ સારવાર દરમ્યાન મૃત્યુ નીપજયું હતું.

આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ અતુલભાઈ લાલજી ભાઈ ઇડરીયાએ પોલીસને જાણ કરતાં સિટી એ ડિવિઝન ના પી.એસ.આઇ ગામેથી ઘટના સ્થળે દોડી ગયા હતા અને સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે આ બનાવવામાં પરિવારજનો દ્વારા કોઈએ ધક્કો મારી દીધો હોવાનો આક્ષેપ કર્યો હતો જ્યારે આ ઘટનાને લઈને પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular