અકસ્માત : ઉદેલપુર નજીક રોડ પર ગાય બચાવવાં જતાં બાઇક સ્લીપ ખાતાં યુવાનનું મોત

0
3

મહેસાણા સગાને દવાખાને દાખલ કરેલા હોઇ રાત રોકાઇને કુકરવાડાનો યુવાન સોમવારે સવારે ઘરે જઇ રહ્યો હતો,ત્યારે ઉદલપુર નજીક બાઇક સામે ગાય આવતા નડેલા અકસ્માતમાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતુ.વિજાપુર પોલીસે ગુનો નોંધ્યો હતો. વિજાપુરના કુકરવાડાગામના 40 વર્ષના મુકેશભાઇ ગોવિંદભાઇ પટેલ સોમવારે મહેસાણામા તેમના સગાને દવાખાનામા દાખલ કરેલા હોઇ તે તેમની સાથે રાત રોકાયો હતો.અને ઉદલપુર પાસે એકાએક બાઇક સામે ગાય આવી જતાં બ્રેક મારવા જતા સ્ટીંયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

બાઇક સ્લીપ ખાતા સર્જાયેલા અકસ્માતમાં મુકેશભાઇને માથામા ઇજા થતાં સૌ પ્રથમ ઉદલપુર સરકારી દવાખાને લઇ જવાયા હતા.અને અહીંથી મહેસાણા સિવિલમા ખસેડ્યા હતા.પરંતુ હાજર તબિબે તેમને મૃત જાહેર કરતાં પરિવારજનોએ આક્રંદ મચાવ્યુ હતુ.ઘટના સંબધે સિવિલ પોલીસે વિજાપુર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.