અમદાવાદ : રોડ પર પાર્ક કરેલી IPSની કારનો વીડિયો ઉતારનારા યુવક-ડ્રાઈવર વચ્ચે મારામારી

0
21

અમદાવાદ: નવરંગપુરા સ્વસ્તિક ચાર રસ્તા પાસેના લીબર્ટીના શો રૂમ બહાર એક આઈપીએસ અધિકારીની કારના ડ્રાઇવર અને બાઈકચાલક યુવાન વચ્ચે ફિલ્મી ઢબે મારામારી થઇ હતી.

યુવક કારનો વીડિયો ઉતારવા લાગ્યો હતો
સ્વસ્તિક ચાર રસ્તા પાસે આઈપીએસ અધિકારીનો ડ્રાઇવર રોડ ઉપર સરકારી કાર પાર્ક કરીને ઊભો હતો. તે સમયે સંકેત નામનો બાઈક ચાલક યુવાન ગાડી પાસે આવ્યો હતો અને વીડિયો ઉતારવા લાગ્યો હતો. ડ્રાઇવરે તેને વીડિયો ઉતારવાની ના પાડતા સંકેતે તેને કહ્યું હતું કે, ‘સામાન્ય માણસનું વાહન ટોઈંગવાળા લઇ જાય છે અને પોલીસની ગાડીઓ લેતા નથી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો કરીશ’ તેમ કહેતા ડ્રાયવર અને સંકેત વચ્ચે ઝપાઝપી થઇ હતી.
સંકેત અને ડ્રાઇવરને પોલીસ સ્ટેશન લઇ ગઇ
ત્યારબાદ 20 મિનિટ સુધી સંકેત ગાંધીગીરી કરીને ગાડી આગળ ઊભો રહ્યો હતો. દરમિયાન નવરંગપુરા પોલીસ સંકેત અને ડ્રાઇવરને પોલીસ સ્ટેશન લઇ ગઇ અને બન્ને વચ્ચે સમાધાન કરાવ્યું હતું સૂત્રોના જણાવ્યા મુજબ આ કાર આઈપીએસ બ્રિજેશકુમાર ઝાની હોવાનું જાણવા મળ્યું હતું.
નવરંગપુરા પોલીસે સમાધાન કરાવ્યું
જોકે કારની અંદર આઈપીએસ અધિકારી હાજર ન હતા પરતું તેમના પત્ની અને બાળકો શોપિંગ કરવા માટે નીકળ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. ડ્રાઈવર અને યુવક વચ્ચે ઝપાઝપી થતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. કેટલાક લોકોએ યુવકનો પક્ષ લીધો હતો. જોક ડ્રાઇવરે ફોન કરી નવરંગપુરા પોલીસને બોલવતા બન્નેને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા જ્યાં બન્ને વચ્ચે સમાધાન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here