ગોંડલ : ચોરડી ગામે વાહનચાલકે બાઈકને ટક્કર મારતા રાજકોટના યુવાનનું મોત.

0
0

રાજકોટના યોગેશ ચુનીભાઇ ચોટલીયા (ઉં.વ. 33) નામનો યુવાન ગોંડલ નેશનલ હાઈવે ચોરડી ગામ પાસે બાઈક પર પસાર થઈ રહ્યો હતો. ત્યારે અજાણ્યા વાહને અડફેટે લેતાં ફંગોળાયને રોડ પર પડ્યો હતો. ગંભીર ઈજા પહોંચતા તેને સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં પોલીસ દ્વારા તેઓના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. યોગેશ આઠ વર્ષથી પરિવારથી અલગ રહેતો હતો.

યોગેશ બે મહિનાથી પત્ની અને બાળકોને મૂકીને જતો રહ્યો હતો

મૃતકના ભાઈ મયુરભાઈ ચોટલીયાએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે યોગેશ છેલ્લા આઠ વર્ષથી પોતાના પત્ની અને બાળકોના પરિવાર સાથે અલગ રહેતો હતો. બે મહિનાથી પત્ની અને બાળકોને એકલા મૂકી જતો રહ્યો હતો. દરમિયાન આજે અકસ્માતમાં તેમનું મોત નીપજતા પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી.

બે મહિના પહેલા ગોંડલ નજીક અકસ્માતમાં દાદા-પૌત્રનું મોત નીપજ્યું હતું

ગોંડલ ગુંદાળા રોડ પર સંતરામ પેટ્રોલ પંપ પાસે બે મહિના પહેલા 2 બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં દાદા-પૌત્રના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. ગોંડલના રામદ્વાર બંગલા પાસે રહેતા હિતેનભાઈ પ્રવિણભાઈ વીરપરીયા (ઉં.વ.35) અને હંસરાજભાઈ કુરજીભાઈ વીરપરીયા (ઉં.વ.80)ના મોત નીપજ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here